કીર્તન મુક્તાવલી

જાગો જાગો જગજીવન વહાલા ગુણિયલ ગિરિધારી

૨-૩૭: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: શ્રીહરિનાં પદો

જાગો જાગો જગજીવન વહાલા, ગુણિયલ ગિરિધારી,

દાસ તમારા દર્શન કાજે, તલસે નરનારી... ꠶ટેક

રાત ગઈ પરભાત થયું, દીસે રવિનું અજવાળું,

ઉઠો ને અલબેલા મુખડું, ભાવેથી ભાળું... જાગો꠶ ૧

ગિરિધરજી ગોઠીડા રે આવ્યા, સૌ થઈને ભેળા,

ઠાવકી મારા નાથ થઈ, ગાયું ચાર્યાની વેળા... જાગો꠶ ૨

મહિયારી ઘર કામ મેલીને, આવી ઊભી બારણિયે,

બ્રહ્માનંદના નાથ ઉઠો, જાઉં વા’લમ વારણિયે... જાગો꠶ ૩

Jāgo jāgo Jagjīvan vahālā guṇiyal Giridhārī

2-37: Sadguru Brahmanand Swami

Category: Shri Harina Pad

Jāgo jāgo Jagjīvan vahālā, guṇiyal Giridhārī,

 Dās tamārā darshan kāje, talase narnārī... °ṭek

Rāt gaī parabhāt thayu, dīse ravinu ajvāḷu,

 Uṭho ne albelā mukhḍu, bhāvethī bhāḷu... Jāgo° 1

Giridharjī goṭhīḍā re āvyā, sau thaīne bheḷā,

 Ṭhāvkī mārā Nāth thaī, gāyu chāryānī veḷā... Jāgo° 2

Mahiyārī ghar kām melīne, āvī ūbhī bāraṇiye,

 Brahmānandnā Nāth uṭho, jāu vā’lam vāraṇiye... Jāgo° 3

loading