કીર્તન મુક્તાવલી

જય સહજાનંદ જય ઘનશ્યામ

૨-૩૫: સાધુ અક્ષરજીવનદાસ

Category: શ્રીહરિનાં પદો

જય સહજાનંદ, જય ઘનશ્યામ;

ગુણાતીતાનંદ, જય જય ધામ;

 જય હો પ્રમુખજી! પૂરણકામ... ꠶ટેક

પાપી જનનાં પાપ હરો છો;

પામરને તમે મુક્ત કરો છો;

જીવપ્રાણી પર કરુણા વરસે તમારી રે... ꠶ ૧

હણ્યા અસુરો કામક્રોધાદિ;

જીવની માયા ટાળી અનાદિ;

શરણાગતને લીધા ભવથી ઉગારી રે... ꠶ ૨

સુખના સિંધુ છલકે અંતર;

અમૃત નેણે ઝરે નિરંતર;

દુઃખિયારાના દ્યો છો દુઃખ વિદારી રે... ꠶ ૩

દિવ્ય તમે સાકાર છો કર્તા;

સર્વોપરી વળી પ્રગટ વિચરતા;

‘અક્ષર’ તમશું પરની પ્રીત બંધાણી રે... ꠶ ૪

Jay Sahajānand jay Ghanshyām

2-35: Sadhu Aksharjivandas

Category: Shri Harina Pad

Jay Sahajānand, jay Ghanshyām;

Guṇātītānand, jay jay Dhām;

 Jay ho Pramukhji! Pūraṇkām...

Pāpī jannā pāp haro chho;

Pāmarne tame mukta karo chho;

 Jīvaprāṇī par karuṇā varse tamārī re... 1

Haṇyā asuro kāmkrodhādi,

Jīvanī māyā tāḷī anādi;

 Sharaṇāgatne līdhā bhavthī ugārī re... 2

Sukhnā sindhu chhalke antar;

Amrut neṇe jhare nirantar;

 Dukhīyārānā dyo chho dukh vidārī re... 3

Divya tame sākār chho kartā;

Sarvoparī vaḷī pragaṭ vichartā;

 ‘Akshar’ tamshu parnī prīt bandhāṇī re... 4

loading