કીર્તન મુક્તાવલી

ઢોલ ઢમકે ઝાંઝ ઝમકે ગીત મધુરા

૨-૩૦૭૧: અજાણ્ય

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

ૐ અજ્ઞયે સ્વાહા, ૐ વરુણાય સ્વાહા...

ઢોલ ઢમકે, ઝાંઝ ઝમકે, ગીત મધુરા...

રેલાયે રેલાયે રેલાયે, ગીત મધુરા રેલાયે,

ડભાણમાં હરિ યજ્ઞ કરે છે, મહાચોરાશી થાયે,

વિપ્ર વેદના મંત્ર ભણે છે, હોમ ઘૃતના થાયે,

વસુંધરાના મહાભાગ્ય છે, ધૂમ ગગનમાં...

ફેલાયે ફેલાયે ફેલાયે, ધૂમ ગગનમાં ફેલાયે... ઢોલ...

 

અઢારસો ને છ્યાસઠ સંવત પોષી પૂનમનો દિન છે,

સંતો ભક્તો આ ઉત્સવમાં લાખો રે લે લીન છે,

પોષી પૂનમનો દિન આયો, પોષી પૂનમનો દિન આયો,

મૂલજી શર્મા દીક્ષા લઈને ગુણાતીતાનંદ થાય છે,

દીક્ષા દઈને હરખે હરિ અક્ષર મહિમા ગાય છે,

અક્ષર મહિમા ગાય છે... અક્ષર મહિમા ગાય છે...

શ્રીહરિ બોલે રહસ્ય ખોલે... શ્રીહરિ બોલે રહસ્ય ખોલે...

 

મૂલજીશર્મણે દીક્ષાં દદાનસ્ય પ્રજાયતે ।

ભૂયાન્મેઽત્ર સમાનન્દો યતો ધામાક્ષરં સ મે ॥

ગુણાતીતાનંદરૂપં વિશ્વખ્યાતમ્ ભવિષ્યતિ...

 

શ્રીમુખે શ્રીહરિ વચનો ઉચ્ચારે,

ગુણાતીતાનંદ ધામ છે મારું અખંડ રહ્યો છું હું એમાં,

મુજ ઉપાસના અક્ષર દ્વારા વિસ્તરશે અવનિમાં,

અક્ષરબ્રહ્મ છે ગુરુ અનાદિ, મોક્ષનું દ્વાર એ...

કહેવાયે કહેવાયે કહેવાયે... મોક્ષનું દ્વાર એ કહેવાયે...

 

ગુણાતીત ગુરુપરંપરા અહીં શાશ્વત દીસે આજ,

ભગતજી ને યજ્ઞપુરુષજી, યોગીજી મહારાજ,

આ બ્રહ્માંડે ઉપાસનાનો ધ્વજ ફરકાવ્યો આજ,

અનંત જીવની મુક્તિ કરે છે પ્રમુખસ્વામી મહારાજ,

ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજ... ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજ.

 

જય હો જય હો... જય હો જય હો...

જય હો જય હો... જય હો જય હો...

હે નવખંડ ધરામાં ગૂંજે, આજ સ્વામિનારાયણ નામ રે,

પ્રગટ બ્રહ્મને સંગે, સહુ પામે અક્ષરધામ રે...

જય હો જય હો... જય હો જય હો...

જય હો જય હો... જય હો જય હો...

હે આજ છાયો રે છાયો રે છાયો, આ બ્રહ્માંડમાં આનંદ,

તમે પ્રગટ બીરાજો છો અક્ષર, ગુણાતીતાનંદ...

જય હો જય હો... જય હો જય હો...

જય હો જય હો... જય હો જય હો...

Ḍhol ḍhamake zānza zamake gīt madhurā

2-3071: unknown

Category: Pramukh Swami Maharajna Pad

Aum agnaye svāhā, Aum varuṇāya svāhā...

Ḍhol ḍhamake, zānza zamake, gīt madhurā...

Relāye relāye relāye, gīt madhurā relāye,

Ḍabhāṇmā Hari yagna kare chhe, mahāchorāshī thāye,

Vipra Vednā mantra bhaṇe chhe, hom ghṛutanā thāye,

Vasundharānā mahābhāgya chhe, dhūm gaganmā...

Felāye felāye felāye, dhūm gaganmā felāye... ḍhol...

 

Aḍhārso ne chhyāsaṭh samvat Poṣhī Pūnamno din chhe,

Santo bhakto ā utsavmā lākho re le līn chhe,

Poṣhī Pūnamno din āyo, Poṣhī Pūnamno din āyo,

Mūljī Sharmā dīkṣhā laīne Guṇātītānand thāy chhe,

Dīkṣhā daīne harakhe Hari Akṣhar mahimā gāy chhe,

Akṣhar mahimā gāya chhe... Akṣhar mahimā gāya chhe...

Shrī Hari bole rahasya khole... Shrī Hari bole rahasya khole...

 

Mūljī-Sharmaṇe dīkṣhām dadānasya prajāyate |

Bhūyānme'tra samānando yato dhāmākṣharam sa me ||

Guṇātītānand-rūpam vishvakhyātam bhaviṣhyati...

 

Shrīmukhe Shrī Hari vachano uchchāre,

Guṇātītānand dhām chhe māru akhanḍ rahyo chhu hu emā,

Muj upāsanā Akṣhar dvārā vistarashe avanimā,

Akṣharbrahma chhe guru anādi, mokṣhanu dvār e...

Kahevāye kahevāye kahevāye... mokṣhanu dvār e kahevāye...

 

Guṇātīt guru-paramparā ahī shāshvat dīse āj,

Bhagatajī ne Yagnapuruṣhjī, Yogījī Mahārāj,

Ā brahmānḍe upāsanāno dhvaj farakāvyo āj,

Anant jīvanī mukti kare chhe Pramukh Swāmī Mahārāj,

Guruhari Pramukh Swāmī Mahārāj... Guruhari Pramukh Swāmī Mahārāj.

 

Jay ho jay ho... jay ho jay ho...

Jay ho jay ho... jay ho jay ho...

He nav-khanḍ dharāmā gūnje, āj Swāminārāyaṇ nām re,

Pragaṭ Brahmane sange, sahu pāme Akṣhardhām re...

Jay ho jay ho... jay ho jay ho...

Jay ho jay ho... jay ho jay ho...

He āj chhāyo re chhāyo re chhāyo, ā brahmānḍmā ānand,

Tame pragaṭ bīrājo chho Akṣhar, Guṇātītānand...

Jay ho jay ho... jay ho jay ho...

Jay ho jay ho... jay ho jay ho...

loading