કીર્તન મુક્તાવલી

બ્રહ્માનંદ રેલાવે રે રેલાવે રે

૨-૩૦૬૭: સાધુ હરિચિંતનદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

બ્રહ્માનંદ રેલાવે રે, રેલાવે રે, રેલાવે રે,

સુખસાગર છલકાવે રે, છલકાવે રે, છલકાવે રે,

હૈયા રે હુલસાવે રે, હુલસાવે રે, હુલસાવે રે,

એવા મારા સ્વામી, વ્હાલા પ્રમુખસ્વામી,

જેને રોમે રોમે રે રાખ્યા રે… શ્રીજી મહારાજ,

એવા મારા સ્વામી, એવા મારા સ્વામી,

જેને પગલે પગલે રે પૂજ્યા રે… શાસ્ત્રી યોગીજી મહારાજ,

એવા મારા સ્વામી, એવા મારા સ્વામી.

 

અક્ષરધામથી આવ્યા સ્વામી અક્ષર પદવી દેવા,

હો… અમને અક્ષર પદવી દેવા…

હો… માનવ થઈને વિચરે અક્ષર,

ભાગ્ય અમારાં કેવા…

જેને સંગે સંગે રે પામ્યા રે, સૌ સુખ સાથ,

એવા મારા સ્વામી, એવા મારા સ્વામી.

 

ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ

ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ।

ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ

ત્વમેવ સર્વં મમ દેવ દેવ॥

 

પા પા પગલી ભરતા જનને, ઊંચા પહાડ ચડાવે,

પ્રમુખજી, પ્યારા માત-પીતા થઈને,

હાર્યા જનને હિંમત આપે,

હો… હાર્યા જનને હિંમત આપે, પ્રેમે આંસુ લૂંછે,

પ્રમુખજી, બંધુ મિત્ર સખા થઈને.

 

મૂળ ભૂલ્યા સિંહ સંતાનોને આતમ ત્રાડ શીખાવે,

દીલડાંમાં દીવડા પ્રગટાવે, શ્રીજીને દર્શાવે,

પ્રમુખજી ગરવા ગુરુજી થઈને,

જેને હેતે હેતે રે ભીંજ્યા રે… ભક્ત સમાજ,

એવા મારા સ્વામી, એવા મારા સ્વામી.

 

સ્વામીના નેહના રે, વરસે છે મેહુલા રે,

થનક થૈઈ થૈઈ નાચતા રે, ભક્તો થઈને મોરલા રે,

સ્વામીના નેહના રે...

 

ઉરની કરી રૂડી અંજલી રે, સ્વામીના હેત ઝીલો આજ,

આવ્યો ઉત્સવ શતાબ્દી આંગણે,

આતમની રચી રૂડી મોરલી રે, સ્વામીના ગાવો ગુણગાન,

આવ્યો ઉત્સવ શતાબ્દી આંગણે,

હે દેહ ઇંદ્રિય મન પ્રાણ વાટીને સ્વામીને થાઓ કુરબાન,

આવ્યો ઉત્સવ શતાબ્દી આંગણે...

 

અક્ષરબ્રહ્મ અવતારા, એવા મારા સ્વામી...

શ્રીજીને ધરનારા, એવા મારા સ્વામી...

મુક્તિના કરનારા, એવા મારા સ્વામી...

સંત-ભક્તોના પ્યારા, એવા મારા સ્વામી...

Brahmānand relāve re relāve re

2-3067: Sadhu Harichintandas

Category: Pramukh Swami Maharajna Pad

Brahmānand relāve re, relāve re, relāve re,

Sukh-sāgar chhalakāve re, chhalakāve re, chhalakāve re,

Haiyā re hulasāve re, hulasāve re, hulasāve re,

Evā mārā Swāmī, vhālā Pramukh Swāmī,

Jene rome rome re rākhyā re… Shrījī Mahārāj,

Evā mārā Swāmī, evā mārā Swāmī,

Jene pagale pagale re pūjyā re… Shāstrī Yogījī Mahārāj,

Evā mārā Swāmī, evā mārā Swāmī.

 

Akṣhardhāmthī āvyā Swāmī Akṣhar padavī devā,

Ho… amane Akṣhar padavī devā…

Ho… mānav thaīne vichare Akṣhar,

Bhāgya amārān kevā…

Jene sange sange re pāmyā re, sau sukh sāth,

Evā mārā Swāmī, evā mārā Swāmī.

 

Tvameva mātā cha pitā tvameva

Tvameva bandhushcha sakhā tvameva,

Tvameva vidyā draviṇam tvameva

Tvameva sarvam mama deva deva.

 

Pā pā pagalī bharatā janne, ūnchā pahāḍ chaḍāve,

Pramukhjī, pyārā māta-pītā thaīne,

Hāryā janne himmat āpe,

Ho… hāryā janne himmat āpe, preme ānsu lūnchhe,

Pramukhjī, bandhu mitra sakhā thaīne.

 

Mūḷ bhūlyā sinha santānone ātam trāḍ shīkhāve,

Dīlaḍāmā dīvaḍā pragaṭāve, Shrījīne darshāve,

Pramukhjī garavā gurujī thaīne,

Jene hete hete re bhīnjyā re… bhakta samāj,

Evā mārā Swāmī, evā mārā Swāmī.

 

Swāmīnā nehnā re, varase chhe mehulā re,

Thanak thaī thaī nāchatā re, bhakto thaīne moralā re,

Swāmīnā nehnā re...

 

Urnī karī rūḍī anjalī re, Swāmīnā het zīlo āj,

Āvyo utsav shatābdī āngaṇe,

Ātamnī rachī rūḍī moralī re, Swāmīnā gāvo guṇ-gān,

Āvyo utsav shatābdī āngaṇe,

He deh indriya man prāṇ vāṭīne Swāmīne thāo kurbān,

Āvyo utsav shatābdī āngaṇe...

 

Akṣharbrahma avatārā, evā mārā Swāmī...

Shrījīne dharanārā, evā mārā Swāmī...

Muktinā karanārā, evā mārā Swāmī...

Sant-bhaktonā pyārā, evā mārā Swāmī...

loading