કીર્તન મુક્તાવલી

ભલું કરવા હંમેશા બીજાનું

૨-૩૦૬૬: સાધુ મધુરવદનદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

ભલું કરવા હંમેશા બીજાનું, દેહને દમતા પ્રમુખસ્વામી,

સ્વીકારી પારકી પીડા, હસીને ખમતા પ્રમુખસ્વામી... ભલું

ગમે તે અગવડો ને વ્યાધી ઝુકાવી શકે ના કદી જેને,

ધરમની જ્યોત લઈ જગમાં, સદાયે વિચરતા પ્રમુખસ્વામી... ભલું

હૃદય રોગનો હુમલો હોય, નેત્રે મોતિયો પાકે,

છતાંયે ભક્તને દિલથી, કદી ના ભૂલતા પ્રમુખસ્વામી... ભલું

પત્રોની વણઝાર લખીને, બનતા ફોન વડે સેતુ,

ધરતા મમતા પ્રમુખસ્વામી, થઈને ભક્તોના હેતું,

સમર્પણ તણી યજ્ઞવેદીમાં, જેણે આયખું હોમી દીધું,

ગણું ઉપકાર શું (હું) એના, હૃદયે રમતા પ્રમુખસ્વામી... ભલું

Bhalu karavā hammeshā bījānu

2-3066: Sadhu Madhurvadandas

Category: Pramukh Swami Maharajna Pad

Bhalu karavā hammeshā bījānu, dehne damatā Pramukh Swāmī,

Svīkārī pārakī pīḍā, hasīne khamatā Pramukh Swāmī... bhalu

Game te agavaḍo ne vyādhī zukāvī shake nā kadī jene,

Dharamnī jyot laī jagmā, sadāye vicharatā Pramukh Swāmī... bhalu

Hṛuday rogno humalo hoy, netre motiyo pāke,

Chhatānye bhaktane dilthī, kadī nā bhūlatā Pramukh Swāmī... bhalu

Patronī vaṇazār lakhīne, banatā fon vaḍe setu,

Dharatā mamatā Pramukh Swāmī, thaīne bhaktonā hetu,

Samarpaṇ taṇī yagna-vedīmā, jeṇe āyakhu homī dīdhu,

Gaṇu upakār shu (hu) enā, hṛudaye ramatā Pramukh Swāmī... bhalu

loading