કીર્તન મુક્તાવલી

પ્રમુખજી આપની ઉપકાર વર્ષા

૨-૩૦૬૫: સાધુ મધુરવદનદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

પ્રમુખજી આપની ઉપકાર વર્ષા ભીંજવે અમને,

ઋણી રહેશું સદાયે આપના નવ ભૂલીએ તમને. ૧

સહ્યા છે કષ્ટ અપરંપાર જીવનભર તમે સ્વામી,

છતાં અમ કાળજી લેતા કશી નવ રાખતા ખામી. ૨

 ૐ ગુરુવે સ્વાહા

નિજી અરમાન હોમ્યા કંઈ ગુરુની વચન વેદીમાં,

છતાંયે શિષ્ય ઇચ્છા પૂર્ણ કરતા અલ્પ અવધિમાં. ૩

થયા છો રામ બાંધી પાજ જન કલ્યાણને કાજે,

વખાણો છો વળી ખિસકોલી સમ અમને અહો આજે. ૪

જુઓ ના દેહના રોગો ગણો ના આયુ પોતાની,

​છતાં અમ દર્દથી દુઃખી બની સેવા કરો છાની. ૫

કદીયે સ્વપ્નમાંયે ગુરુ વચન લોપ્યું નહીં સ્વામી,

તથાપિ પહાડ સમ અમ ભૂલને માફી દઈ વામી. ૬

 ૐ ગુરુવે નમઃ

અરે ભગવાન પણ તવ ચરણ રજને ઇચ્છતા માથે,

અહો એ પ્રમુખસ્વામી પ્રેમથી રમતા શું અમ સાથે. ૭

 હરિઃ ૐ સર્વે વેદા યત્પદમામનન્તિ

 તપાંસિ સર્વાણિ ચ યદ્ વદન્તિ ।

 યદિચ્છન્તો બ્રહ્મચર્યં ચરન્તિ...

વદી વેદોય નેતી નેતી જેને વખાણી વિરમે,

નહિ લાયક મને તોયે સ્વીકાર્યો પ્રમુખસ્વામી તમે. ૮

પ્રમુખજી આપની ઉપકાર...

Pramukhjī āpnī upakār varṣhā

2-3065: Sadhu Madhurvadandas

Category: Pramukh Swami Maharajna Pad

Pramukhjī āpnī upakār varṣhā bhīnjave amane,

Ṛuṇī raheshu sadāye āpanā nav bhūlīe tamane. 1

Sahyā chhe kaṣhṭa aparampār jīvan-bhar tame Swāmī,

Chhatā am kāḷajī letā kashī nav rākhatā khāmī. 2

 Om guruve svāhā

Nijī aramān homyā kaī gurunī vachan vedīmā,

Chhatāye shiṣhya ichchhā pūrṇa karatā alpa avadhimā. 3

Thayā chho rām bāndhī pāj jan kalyāṇane kāje,

Vakhāṇo chho vaḷī khisakolī sam amane aho āje. 4

Juo nā dehnā rogo gaṇo nā āyu potānī,

Chhatā am dardthī dukhī banī sevā karo chhānī. 5

Kadīye swapnamāye guru vachan lopyu nahī Swāmī,

Tathāpi pahāḍ sam am bhūlne māfī daī vāmī. 6

 Om guruve namah

Are Bhagwān paṇ tav charaṇ rajne ichchhatā māthe,

Aho e Pramukh Swāmī premthī ramatā shu am sāthe. 7

 Harihi Om sarve vedā yatpadamāmananti

 Tapānsi sarvāṇi cha yad vadanti |

 Yadichchhanto brahmacharyam charanti...

Vadī vedoya netī netī jene vakhāṇī virame,

Nahi lāyak mane toye svīkāryo Pramukh Swāmī tame. 8

Pramukhjī āpnī upakār...

Sadhu Madhurvadandas

loading