કીર્તન મુક્તાવલી

કરમાં લઈ પિચકારી પ્રમુખજી

૨-૩૦૬૦: સાધુ અક્ષરજીવનદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

કરમાં લઈ પિચકારી પ્રમુખજી, રંગભર ખેલો હોરી...

રુમઝુમ પગલે વસંત આવી,

રંગ નીતરતા પુષ્પો લાવી,

હેત ભરી સહુને મન ભાવી,

​છડી ​પુકારે કોકિલ વનમાં,​

મધુકર કરે ગુંજાર પ્રમુખજી, રંગભર ખેલો હોરી...​ ૧

રંગજો એવા અમને હો સ્વામી,

લગાર પણ રાખો નહિ ખામી,

બિરુદ તમારું છે બહુનામી,

એક જ રંગ તમારો ભરજો,

​હૈયે ​અપરંપાર પ્રમુખજી, રંગભર ખેલો હોરી... ૨

દુનિયાનો રંગ કદી નવ લાગે,

હૃદય એક તમને અનુરાગે,

અંતરમાં તવ ભક્તિ જાગે,

એવા ફગવા સદાય દેજો,

કરજો માયા પાર પ્રમુખજી, રંગભર ખેલો હોરી... ૩

સ્વરૂપ સદા નિર્દોષ તમારું,

દિવ્યભાવની દૃઢતા ધારું,

સદાય સહુના ગુણો વિચારું,

અક્ષરવરના ખોળે ખેલું,

કરી નવલ શણગાર પ્રમુખજી, રંગભર ખેલો હોરી... ૪

Karmā laī pichakārī Pramukhjī

2-3060: Sadhu Aksharjivandas

Category: Pramukh Swami Maharajna Pad

Karmā laī pichakārī Pramukhjī, rangbhar khelo horī...

Rumzum pagale vasant āvī,

Rang nītaratā puṣhpo lāvī,

Het bharī sahune man bhāvī,

Chhaḍī ​pukāre kokil vanmā,​

Madhukar kare gunjār Pramukhjī, rangbhar khelo horī...​ 1

Rangjo evā amane ho Swāmī,

Lagār paṇ rākho nahi khāmī,

Birud tamāru chhe bahunāmī,

Ek ja rang tamāro bharajo,

Haiye ​aparampār Pramukhjī, rangbhar khelo horī... 2

Duniyāno rang kadī nav lāge,

Hṛuday ek tamane anurāge,

Antarmā tav bhakti jāge,

Evā fagavā sadāya dejo,

Karjo māyā pār Pramukhjī, rangbhar khelo horī... 3

Swarūp sadā nirdoṣh tamāru,

Divyabhāvnī dṛuḍhatā dhāru,

Sadāy sahunā guṇo vichāru,

Akṣharvarnā khoḷe khelu,

Karī naval shaṇagār Pramukhjī, rangbhar khelo horī... 4

loading