કીર્તન મુક્તાવલી

આપ વચનના મેઘ મલ્હારે સારંગ થઈ નાચું

૨-૩૦૫૫: સાધુ બ્રહ્મવત્સલદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

આપ વચનના મેઘ મલ્હારે, સારંગ થઈ નાચું,

 સારંગ થઈ નાચું, સારંગ થઈ નાચું...

મનનું ગમતું અપાર કીધું, જન્મ-મરણ વિષ ઘોળી પીધું,

આપ વચનમાં જીવી મારે, અમૃત પીવું સાચું,

 અમૃત પીવું સાચું, અમૃત પીવું સાચું... આપ વચન

અનુવૃત્તિથી પલકે આંખો, પ્રેમ તણી શું પ્રસરે પાંખો,

તવ મરજીના મેઘ નગારે, ઝૂમી ઝૂમી નાચું,

 ઝૂમી ઝૂમી નાચું, ઝૂમી ઝૂમી નાચું... આપ વચન

આપ ઇશારે આપ સહારે, આપ હૃદયમાં ઊડવું મારે,

જીવન આરે આપ અંકમાં, લેજો એ વર યાચું,

 લેજો એ વર યાચું, લેજો એ વર યાચું... આપ વચન

Āp vachannā megh malhāre sārang thaī nāchu

2-3055: Sadhu Brahmavatsaldas

Category: Pramukh Swami Maharajna Pad

Āp vachannā megh malhāre, sārang thaī nāchu,

 Sārang thaī nāchu, sārang thaī nāchu... āp vachan

Mannu gamatu apār kīdhu, janma-maraṇ viṣh ghoḷī pīdhu,

Āp vachanmā jīvī māre, amṛut pīvu sāchu... āp vachan

 Amṛut pīvu sāchu, amṛut pīvu sāchu... āp vachan

Anuvṛuttithī palake ānkho, prem taṇī shu prasare pānkho,

Tav marajīnā megh nagāre, zūmī zūmī nāchu... āp vachan

 Zūmī zūmī nāchu, zūmī zūmī nāchu... āp vachan

Āp ishāre āp sahāre, āp ṛudaymā ūḍavu māre,

Jīvan āre āp ankmā, lejo e var yāchu... āp vachan

 Lejo e var yāchu, lejo e var yāchu... āp vachan

loading