કીર્તન મુક્તાવલી

મળ્યા આપ મુજને ગમ્યા ​રંગ ગેરુ

૨-૩૦૫૪: સાધુ મધુરવદનદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

મળ્યા આપ મુજને ગમ્યા ​રંગ ગેરુ,

થયું આપ પગલું પ્રભુનું પગેરું...

ન લાધી હજી એ ગહન શાસ્ત્ર વાતો,

ન ખાધી કદી એ જમાનાની લાતો,

અરે તોય ખેંચાણ તુજનું અનેરું,

રંગી ચુંદડી આપની અંગ પહેરું... મળ્યા

થશે શુંય મારું, નહોતો સવાલ,

દીઠું એક મેં તો તમારું જ વહાલ,

થયું માત તુજને શિશુ આ ઉછેરું,

ગ્રહે તો જ શ્રીજી વધાવી ઘણેરું... મળ્યા

હતી બાળબુદ્ધિ છતાંયે નભાવ્યા,

અમે તો પ્રમુખજી તમારા કહાવ્યા,

અણુ હું તમે સાધુતાના સુમેરુ,

થયું ધન્ય સગપણ કરી કીડી કેરું... મળ્યા

વહે ધૂમ્ર સેરો જગનની ગગનમાં,

દહે છે પતંગો મગન એ અગનમાં,

બની હું દિવાનો હરિ જ્યોત હેરું​,​

થજો રાખ મારી પદે આપ ભેરું... મળ્યા

Maḷyā āp mujne gamyā ​rang geru

2-3054: Sadhu Madhurvadandas

Category: Pramukh Swami Maharajna Pad

Maḷyā āp mujne gamyā ​rang geru,

Thayu āp pagalu Prabhunu pageru.​..

Na lādhī hajī e gahan shāstra vāto,

Na khādhī kadī e jamānānī lāto,

Are toy khechāṇ tujnu aneru,

Rangī chundaḍī āpnī ang paheru... maḷyā

Thashe shuye māru, nahoto savāl,

Dīṭhu ek me to tamāru ja vahāl,

Thayu māt tujne shishu ā uchheru,

Grahe to ja Shrījī vadhāvī ghaṇeru... maḷyā

Hatī bāḷ-buddhi chhatāye nabhāvyā,

Ame to Pramukhjī tamārā kahāvyā,

Aṇu hu tame sādhutānā sumeru,

Thayu dhanya sagpaṇ karī kīḍī keru... maḷyā

Vahe dhūmra sero jagannī gaganmā,

Dahe chhe patango magan e aganmā,

Banī hu divāno hari jyot heru​,​

Thajo rākh mārī pade āp bheru... maḷyā

loading