કીર્તન મુક્તાવલી

નારાયણસ્વરૂપ નામે આજે એક ફરીસ્તો ઘૂમે

૨-૩૦૩૩: ઈન્દ્રજીત ચૌધરી

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

નારાયણસ્વરૂપ નામે, આજે એક ફરીસ્તો ઘૂમે,

પગલે વસંત લઈ આવે રે,

સહજાનંદી સાધુ આજ કેવો રંગ લાવે રે...

ભગવો એ ભેખધારી, સાધુ જ્યાં આવતો,

સ્વામિનારાયણ મંત્રનો, આલેખ જગાવતો,

જગથી એ સંત નિરાળો, માયાળું ને મરમાળો,

 હેતની એ ગંગ વહાવે રે... ૧

હરિનું ભજન છે એની અમીરી,

પંચવર્તમાને શોભે સાધુની ફકીરી,

વગડાની વસમી વાટે, કાજળ ઘેરી એ રાતે,

 ધ્રુવનો સિતારો થઈ આવે રે... ૨

બ્રહ્મતેજથી ભરેલો, અમી વહે આંખ્યુંમાં,

હરકોઈ પાવન થાયે, ચરણની રાખ્યુંમાં,

‘ઈન્દ્ર’ને એ સાધુ તારે, ભવસાગરની મઝધારે,

 મુક્તિનો કિનારો થઈ આવે રે... ૩

Nārāyaṇswarup nāme āje ek faristo ghūme

2-3033: Indrajit Chaudhari

Category: Pramukh Swami Maharajna Pad

Nārāyaṇswarup nāme, āje ek faristo ghūme,

Pagle vasant laī āve re,

Sahajānandī sādhu āj kevo rang lāve re...

Bhagvo e bhekhdhārī, sādhu jyā āvto,

Swāminārāyaṇ mantrano, āhlek jagāvato,

Jagthī e sant nirāḷo, māyāḷu ne marmāḷo,

  hetnī e Gang vahāve re. 1

Harinu bhajan chhe enī amīrī,

Panchvartmāne shobhe sādhunī fakīrī,

Vagaḍānī vasmī vāṭe, kājaḷ gherī e rāte,

  Dhruvno sitāro thaī āve re. 2

Brahmatejthī bharelo, amī vahe ānkhyumā,

Harkoī pāvan thāye, charaṇnī rākhyumā,

‘Indra’ne e sādhu tāre, bhavsāgarnī majhdhāre,

  muktino kināro thaī āve re. 3

loading