કીર્તન મુક્તાવલી

શ્રીજી ચરણમાં શીશ નમાવી

૨-૩૦૨૯: ઈન્દ્રજીત ચૌધરી

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

શ્રીજી ચરણમાં શીશ નમાવી,

હું તો ગાવું સ્વામી તવ ગીત,

ગાવું પ્રમુખસ્વામી તવ ગીત...

પાવનકારી કરુણા ગંગા,

વહેતી નિરંતર આપ ચરણમાં,

નિર્મળ કરતા પતિત જનોને,

તવ દર્શન કરે મન શીત. ૧

શાશ્વત સુખને શાંતિ પમાડે,

નિર્ભય કરે સ્વામી શરણ તમારું,

હાથ ગ્રહીને ભવજલ તારી,

લઈ જાય શ્રીજીને સમીપ. ૨

જ્યાં લગી રહેશે ધરાને ગગન આ,

અમર રહે સ્વામી નામ તમારું,

‘ઈન્દ્ર’ શું ગાવે ગુણલા તમારા,

તવ ગુણલા છે અનંત અમીત. ૩

કેસર ચંદન કુમકુમ વધાવી હું તો,

મઘમઘતા ફૂલડે વધાવી.

Shrījī charaṇmā shīsh namāvī

2-3029: Indrajit Chaudhari

Category: Pramukh Swami Maharajna Pad

Shrījī charaṇmā shīsh namāvī,

Hu to gāu Swāmī tav gīt,

Gāu Pramukh Swāmī tav gīt...

Pāvankārī karuṇā Gangā,

Vahetī nirantar āp charaṇmā,

Nirmaḷ kartā patit janone,

Tav darshan kare man shīt. 1

Shāshvat sukhne shānti pamāḍe,

Nirbhay kare Swāmī sharaṇ tamāru,

Hāth grahīne bhavjal tārī,

Laī jāy Shrījīne samīp. 2

Jyā lagī raheshe dharāne gagan ā,

Amar rahe Swāmī nām tamāru,

‘Īndra’ shu gāye guṇlā tamārā,

Tav guṇlā chhe anant amīt. 3

Kesar chandan kumkum vadhāvī hu to,

Maghmaghtā fūlḍe vadhāvī.

Sadhu Shukmunidas

loading