કીર્તન મુક્તાવલી

ઢમ ઢમ ઢમકે ઢોલ નગારાં

૨-૩૦૧૦: સાધુ ભક્તિપ્રિયદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

ઢમ ઢમ ઢમકે ઢોલ નગારાં,

ખણ ખણ ખણકે તાલ મંઝીરા,

થનક થનક થઈ થઈ થઈ, ધીનક ધીનક ધઈ ધઈ ધઈ,

નાચે રે મન નાચે રે,

આવો પધારો પ્રમુખસ્વામી, કરીએ આપનું સ્વાગતમ્ સ્વાગતમ્...

સંસ્કૃતિ ભારતની આપે, સારી દુનિયામાં ફેલાવી,

સ્વામિનારાયણ મહામંત્રની, ઝળહળ જ્યોત જગાવી,

સાધુતા ને ધર્મ નિયમનું, વિશ્વ લલાટે તિલક કીધું,

  ... ઢમ ઢમ ૧

વિશ્વધર્મોને વધાવ્યા, માંધાતાઓએ સત્કાર્યા,

નગરપતિએ નગર કૂંચી દઈ, મોંઘેરા સન્માન કર્યાં,

બાળ કિશોરો યુવાનોના, હૈયે કામણ કીધા,

ધર્મ ધજા ફરકાવી સ્વામી, કરીએ આપનું સ્વાગતમ્...

  ... ઢમ ઢમ ૨

મંદિર સ્થાપ્યા, ઉત્સવ કીધા, ઉન્નતીના પાઠો દીધા,

યુનોમાં આશિષ દઈ, ધન્ય સૌને કીધા,

સ્વામી આપના પગલે પગલે, ‘ભક્તિ’ ગંગા વહી રહી,

આવો પધારો પ્રમુખસ્વામી, કરીએ આપનું સ્વાગતમ્,

સ્વાગતમ્, સ્વાગતમ્, સ્વાગતમ્, સ્વાગતમ્.

Ḍham ḍham ḍhamke ḍhol nagārā

2-3010: Sadhu Bhaktipriyadas

Category: Pramukh Swami Maharajna Pad

Ḍham ḍham ḍhamke ḍhol nagārā,

Khaṇ khaṇ khaṇke tāl manjīrā,

Thanak thanak thai thai thai, dhīnak dhīnak dhai dhai dhai,

Nāche re man nāche re,

Āvo padhāro Pramukh Swāmī, karīe āpnu swāgatam swāgatam...

Sanskruti Bhāratnī āpe, sārī duniyāmā felāvī,

Swāminārāyaṇ mahāmantranī, jhaḷhaḷ jyot jagāvī,

Sādhutā ne dharma niyamnu, vishva lalāṭe tilak kīdhu.

  ... ḍham ḍham 1

Vishvadharmoe vadhāvyā, māndhātāoe satkāryā,

Nagarpatie nagar kūnchī daī, mongherā sanmān karyā,

Bāḷ kishoro yuvānonā, haiye kāmaṇ kīdhā,

Dharma dhajā farkāvī Swāmī, karīe āpnu swāgatam.

  ... ḍham ḍham 2

Mandir sthāpyā, utsav kīdhā, unnatinā pāṭho dīdhā,

UNOmā āshish daī, dhanya saune kīdhā,

Swāmī āpnā pagle pagle, ‘Bhakti’ gangā vahī rahī,

Āvo padhāro Pramukh Swāmī, karīe āpnu swāgatam,

Swāgatam, swāgatam, swāgatam, swāgatam.

loading