કીર્તન મુક્તાવલી

આજ મારે ઘેર થાય લીલા લહેર

૨-૩૦૦૭: સાધુ પ્રિયદર્શનદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

આજ મારે ઘેર થાય લીલા લહેર,

હે શ્રીજી પધાર્યા મારે આંગણે હો જી રે,

સ્વામી પધાર્યા મારે આંગણે હો જી રે,

આજ મારે ઘેર થાય લીલ લહેર.

હે સંતો પધાર્યા મારે આંગણે હો જી રે,

ભક્તો પધાર્યા મારે આંગણે હો જી રે.

સૌ ઝુમી રહ્યા આનંદમાં, હો આનંદમાં,

કે ઢમ ઢમ ઢોલ ઢમકે,

આવ્યા શ્રીજી અમારા આંગણમાં, હો આંગણમાં,

કે રમઝમ ઝાલર રણકે...

આવ્યા રાજાધિરાજ સોના અંબાડીએ,

સૂરજની સોનરેખ, ઊતરી સવારીએ,

આજ કેસર કુમકુમ ખીલ્યા છે આભમાં,

મારે કુંભ અમૃતના જડ્યા છે આભમાં,

કે ઢમ ઢમ ઢોલ ઢમકે, કે રમઝમ ઝાલર રણકે.

  સૌ ઝુમી ૧

શ્રીજીમાં મસ્ત સ્વામી ડોલે છે રંગમાં,

સ્વામીને વશ હરિ, મલકે આનંદમાં,

આજ હૈયા નાચે છે, હરખે ઉમંગમાં,

આજ આનંદ આનંદ છાયો રે અંગમાં,

કે ઢમ ઢમ ઢોલ ઢમકે, કે રમઝમ ઝાલર રણકે.

  સૌ ઝુમી ૨

આવો આવો રે ભૂલી ભાન, કે શ્રીજી પધાર્યા છે,

થાઓ થાઓ રે થાઓ ગુલતાન, કે સ્વામી પધાર્યા છે,

નાચો નાચો રે નાચો દઈ તાલ, કે શ્રીજી પધાર્યા છે,

ગાવો ગાવો રે ગાવો ગુલતાન, કે સ્વામી પધાર્યા છે.

આવ્યા માણકીના અસવાર, શ્રીજી સજી શણગાર,

શોભે ભક્તોની સાથ, સૌના જીવન આધાર,

મુખમાં મલકે શું સ્મિત, છલ છલ છલકે શું પ્રિત,

હેલી હેતની વરસે જાણે વરસ્યા મલહાર,

પગલાં ગંગાનાં નીર, દલડું યમુનાનું તીર,

તારી દૃષ્ટિના દાને લાગે, દિન દિન તહેવાર,

  આવ્યા માણકીના ૧

હાલો હાલો ગુરુજીને આંગણે રે, અવસર રૂડો આજ,

ગુરુહરિના ગુણલા ગવાય રે, ગવાય રે હાલો,

પગલે પગલે ગુરુહરિના, ગોવિંદ આવે પાસ,

ગુરુહરિમાં ગોવિંદ દીઠા, થયા કૃતારથ આજ,

ધરા ગગનને ત્રણે ભુવનમાં, આનંદ છાયો આજ રે.

  હાલો હાલો ૧

પ્રમુખસ્વામીનો જય જયકાર હો (૨),

વ્હાલા પ્રમુખસ્વામી અમર રહો.

સ્વામી સ્વામી રટના તમારી, રાત દિવસ હું રટ્યા કરું,

પર ઉપકારી, પર દુઃખહારી, મંગલમૂર્તિ જપ્યા કરું,

સર્વોપરી શ્રીહરિના ધારી, ચરણકમલમાં નમ્યા કરું,

મંગલકારી પ્રમુખસ્વામી, કલ્યાણ કરજો અમારું.

Āj māre gher thāy līlā laher

2-3007: Sadhu Priyadarshandas

Category: Pramukh Swami Maharajna Pad

Āj māre gher thāy līlā laher,

He Shrījī padhāryā māre āngaṇe ho jī re.

Swāmī padhāryā māre āngaṇe ho jī re,

Āj māre gher thāy līlā laher.

He Santo! padhāryā māre āngaṇe ho jī re,

Bhakto padhāryā māre āngaṇe ho jī re.

Sau jhumī rahyā ānandmā, ho ānandmā,

Ke ḍham ḍham ḍhol ḍhamake,

Āvyā Shrījī amārā āngaṇmā, ho āngaṇāmā,

Ke ramjham jhālar raṇke...

Āvyā Rājādhirāj sonā ambāḍīe,

Sūrajnī sonrekh, ūtarī savārīe,

Āj kesar kumkum khīlyā chhe ābhmā,

Māre kumbh amrutnā jaḍyā chhe ābhmā,

Ke ḍham ḍham ḍhol ḍhamke, ke ramjham jhālar raṇke.

  ... sau jhumī 1

Shrījīmā mast Swāmī ḍole chhe rangmā,

Swāmīne vash Hari, malke ānandmā,

Āj haiyā nāche chhe harkhe umangmā,

Āj ānand ānand chhāyo re angmā,

Ke ḍham ḍham ḍhol ḍhamake, ke ramjham jhālar raṇke.

  ... sau jhumī 2

Āvo āvo re āvo bhūlī bhān, ke Shrījī padhāryā chhe,

Thāo thāo re thāo gultān, ke Swāmī padhāryā chhe,

Nācho nācho re nācho daī tāl, ke Shrījī padhāryā chhe,

Gāvo gāvo re gāvo gultān, ke Swāmī padhāryā chhe.

Āvyā Māṇkīnā asvār, Shrījī sajī shaṇgār,

Shobhe bhaktonī sāth, saunā jīvan ādhār,

Mukhmā Malke shu smit, chhal chhal chhalke shu prīt,

Helī hetnī varse jāṇe, varasyā malhār,

Paglā Gangānā nīr, dalḍu Yamunānu tīr,

Tārī drashṭinā dāne lāge, din din tahevār,

  ... āvyā Māṇkīnā 1

Āve Shrījī Mahārāj, sāthe Pramukh Swāmī Mahārāj,

Santo bhaktono samāj, āve harkhe harkhe āj,

Saunā dilḍānā rājā, shobhe Shrījī Mahārājā,

Saunī ānkhonā abhirām, saunā ātamnā ārām,

Saunā chitaḍānā chor, saunā manḍānā mor,

Jay jaykār chāre kor, jay jay kār chāre kor.

Hālo hālo gurujīne āngaṇe re, avsar rūḍo āj,

Guruharinā guṇalā gavāy re, gavāy re hālo,

Pagle pagle guruharinā, Govind āve pās,

Guruharimā Govind dīṭhā, thayā krutārath āj,

Dharā gaganne traṇe bhuvanmā, ānand chhāyo āj re.

  ... hālo hālo 1

Pramukh Swāmīno jay jay kār ho (2),

Vhālā Pramukh Swāmī amar raho.

Swāmī Swāmī raṭnā tamārī, rāt divas hu raṭyā karu,

Par upkārī, par dukhhārī, mangalmūrti japyā karu,

Sarvoparī Shrī Harinā dhārī, charaṇkamalmā namyā karu,

Mangalkārī Pramukh Swāmī, kalyāṇ karjo amāru.

loading