કીર્તન મુક્તાવલી

રૂડો અવસરિયો આંગણીએ આયો રે

૨-૩૦૦૨: સાધુ પ્રિયદર્શનદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

રૂડો અવસરિયો આંગણીએ આયો રે,

ગમતો ગુલાલ ભરી લાયો રે લાયો રે,

કે રંગે જન્મજયંતી મહોત્સવ આયો રે (૨),

પ્રમુખસ્વામીનો જય જય ગાવો રે,

  આયો રે આયો રે આયો હા...

હે આવ્યો ઉત્સવ અનેરો, મહામુલો અદકેરો (૨)

સૌના હૈયાનો હરખ ન માયો રે, આયો રે આયો રે આયો રે,

  ...રૂડો અવસરિયો ૧

એને ભક્તિથી શણગારો, એને મહિમાથી પખાળો,

એને સેવાથી વધાવો, એને સત્સંગથી સજાવો,

અવસર હરખની હેલી, અવસર આનંદની ઝડી,

અવસર ફૂલડા કટોરી, અવસર ઉમંગની ઘડી,

સ્વામી દિલડાનું ગીત, સ્વામી જીવન સંગીત,

સ્વામી મનડાના મીત, સ્વામી પરભવની પ્રીત,

 ફરકી પ્રેમની ધજાઓ, નાચો ગાવો બજાવો,

 એની આરતી ઉતારો આજ રે, આયો રે આયો રે આયો,

  ...રૂડો અવસરિયો ૨

હે આનંદ થાય હો આનંદ થાય,

હે આજ જન્મજયંતી ઉજવાય,

હૈયાનું આંગણું હેતે સજાવો,

ભક્તિના ફોરમતા ફૂલડાં મંગાવો,

નીતિ નિયમના સાથિયા પુરાવો,

અંતરની આરતની આરતી ઉતારો,

હે આજ મંગલ ગીતો ગવાય,

  ...હે આનંદ થાય ૧

હે ગુંથો ગુંથો ગુંથો, ગુંથો ગુણોના હાર,

રચો રચો રચો, રચો જ્ઞાનદીપ માળ,

પ્રમુખસ્વામીનું પૂજન થાય (૨),

હે ગુંથો ગુંથો... ૨

ડંકો વાગે રે, ડંકો વાગે રે, ડંકા વાગે રે (૨)

પ્રમુખસ્વામી નામનો, સ્વામિનારાયણ નામનો,

પ્રમુખસ્વામી નામનો રે, ડંકો વાગે,

દેશ વિદેશે ધર્મધજા લઈ, અવિરત વિચરો આપ,

ગામે ગામે, ઘુમી ઘુમી, સૌના બાળો પાપ,

પાવનકારી પુણ્યસરિત સમ, જીવનમંત્ર આપનો,

  ડંકો વાગે... ૧

ભગવી રે કંથામાં મળ્યા શ્રીજી મહારાજ,

પ્રમુખસ્વામી રૂપે આજ લળી લળી લાગું પાય,

  ભગવી રે...

પગલાં તમારાં જાણે પગલાં પ્રભુના,

પગલે રે પ્રગટે ગંગાને યમુના,

આંખલડીમાં અમૃત વરસે,

  પાવનકારી કરુણા છલકે,

પ્રમુખસ્વામીના ચરણોમાં સકલ તીરથ આજ,

  ભગવી રે... ૧

હે... સ્વામિનારાયણ મહામંત્રને, ગામો ગામ ગજવનારા,

પ્રીત પ્રસારી આપસમાં હે શાંતિ સુખના દેનારા,

સૌના સુખમાં સુખ આપનું, જીવનમંત્ર જીવનારા,

એવા પ્રમુખસ્વામીનાં ચરણે આજે કોટી વંદન અમારા.

Rūḍo avasariyo āngaṇīe āyo re

2-3002: Sadhu Priyadarshandas

Category: Pramukh Swami Maharajna Pad

Rūḍo avsariyo āngaṇiye āyo re,

Gamto gulāl bharī lāyo re, lāyo re,

Ke range janma-jayantī mahotsav āyo re, (2)

Pramukh Swāmīno jay jay gāvo re,

Āyo re āyo re āyo hā...

He āvyo utsav anero, mahāmulo adkero (2)

Saunā haiyāno harakh na māyo re, āyo re āyo re āyo

  ... rūḍo avsariyo 1

Ene bhaktithī shaṇgāro, ene mahimāthī pakhāḷo,

Ene sevāthī vadhāvo, ene satsangthī sajāvo,

Avsar harakhnī helī, Avsar ānandnī jhaḍī,

Avsar fūlḍā kaṭorī, Avsar umangnī ghaḍī,

Swāmī dilaḍānu gīt, Swāmī jīvan sangīt,

Swāmī manaḍānā mit, Swāmī parbhavnī prīt,

Farkī premnī dhajāo, Nācho gāvo bajāvo,

Enī ārtī utāro āj re, āyo re āyo re āyo,

  ... rūḍo avsariyo 2

He ānand thāy ho ānand thāy,

He, āj janmjayantī ujvāy,

Haiyānu āngaṇu hete sajāvo,

Bhaktinā foramtā fūlḍā mangāvo,

Nīti niyamnā sāthiyā purāvo,

Antarnī āratnī ārtī utāro,

He, āj mangal gīto gavāy,

  he ānand thāy... 1

He, guntho guntho guntho, guntho guṇonā hār,

Racho gnāndīp māḷ Pramukh Swāmīnu pujan thāy,

  he guntho guntho... 2

Ḍanko vāge re, ḍanko vāge re, ḍanko vāge re (2)

Pramukh Swāmī nāmno, Swāminārāyaṇ nāmno,

Pramukh Swāmī nāmno re, ḍanko vāge,

Desh videshe dharmadhajā laī, avirat vicharo āp,

Gāme gāme, ghumī ghumī, saunā bāḷo pāp,

Pāvankārī puṇyasarit sam, jīvanmantra āpno,

  ḍanko vāge... 1

Bhagvī re kanthāmā maḷyā Shrījī Mahārāj,

Pramukh Swāmī rūpe āj laḷī laḷī lāgu pāy,

  bhagvī re...

Paglā tamārā jāṇe paglā Prabhunā,

Pagle re pragaṭe Gangāne Yamunā,

Ānkhalḍīmā amrut varse,

Pāvankārī karuṇā chhalke,

Pramukh Swāmīnā charaṇomā sakal tīrath āj,

  bhagvī re... 1

He... Swāminārāyaṇ mahāmantrane, gāmo gām gajavnārā,

Prīt prasārī āpasmā he shānti sukhnā denārā,

Saunā sukhmā sukh āpṇu, jīvanmantra jīvanārā,

Evā Pramukh Swāmīnā charaṇe āje koṭi vandan amārā.

loading