કીર્તન મુક્તાવલી

મનડું લીધું છે મારું ચોરી જશોદાના લાલે

૨-૨૭૫: મીરાંબાઈ

Category: અન્ય ગુજરાતી પદો

મનડું લીધું છે મારું ચોરી જશોદાના લાલે,

 ચિત્તડું લીધું છે મારું ચોરી... ꠶ટેક

આણી કોરે ગંગા વહાલા, પેલી કોરે જમુના રે,

વચમાં કાનુડો નાખે ફેરી, જશોદાના લાલે... ꠶ ૧

જમુનાને કાંઠે વહાલે, ધેનું ચરાવી રે,

વાંસળી વગાડી ઘેરી ઘેરી, જશોદાના લાલે... ꠶ ૨

વનરા તે વનમાં રૂડો રાસ રે રચાવ્યો વહાલા,

કાનુડો કાળો ને રાધા ગોરી, જશોદાના લાલે... ꠶ ૩

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ વહાલા,

ચરણુંની દાસી પિયા તોરી, જશોદાના લાલે... ꠶ ૪

Manḍu līdhu chhe mārū chorī Jashodānā Lāle

2-275: Meerabai

Category: Anya Gujarati Pad

Manḍu līdhu chhe mārū chorī Jashodānā Lāle,

 Chittḍu līdhu chhe mārū chorī...

Āṇī kore Gangā vahālā, pelī kore Jamunā re,

 Vachmā Kānuḍo nākhe ferī, Jashodānā Lāle... 1

Jamunāne kānṭhe vahāle, dhenu charāvī re,

 Vānsaḷī vagāḍī gherī gherī, Jashodānā Lāle... 2

Vanrā te vanmā rūḍo rās re rachāvyo vahālā,

 Kānūḍo kāḷo ne Rādhā gorī, Jashodānā Lāle... 3

Bāī Mīrā kahe Prabhu Giridharnā guṇ vahālā,

 Charaṇunī dāsī pīyā torī, Jashodānā Lāle... 4

loading