☰ kirtans

કીર્તન મુક્તાવલી

આનંદનો રંગ ઢોળો સ્વામી

૨-૨૩૬: સાધુ નિર્દોષજીવનદાસ

Category: બાળ કીર્તનો

આનંદનો રંગ ઢોળો સ્વામી, આનંદનો રંગ ઢોળો;

સૌ બાળક પોતાના જાણી, પળે પળે સંભાળો... આનંદ꠶ ૧

વારે વારે સૌને બોલાવી, પ્રીત કરી રમાડો;

હસતાં હસતાં અમને મીઠી, પરસાદી જમાડો... આનંદ꠶ ૨

સાથે મીઠી વાત કરીને, હરિરસને ચખાડો;

સૌ બાળક પર રાજી થઈને, અક્ષરધામ પમાડો... આનંદ꠶ ૩

Ānandno rang ḍhoḷo Swāmī

2-236: Sadhu Nirdoshjivandas

Category: Bal Kirtan

Ānandno rang ḍhoḷo Swāmī, ānandno rang ḍhoḷo;

 Sau bāḷak potānā jāṇī, paḷe paḷe sambhāḷo... ānand 1

Vāre vāre saune bolāvī, prīt karī ramāḍo;

 Hastā hastā amne mīṭhī, parsādī jamāḍo... ānand 2

Sāthe mīṭhī vāt karīne, Harirasne chakhāḍo;

 Sau bāḷak par rājī thaīne, Akshardhām pamāḍo... ānand 3

loading