કીર્તન મુક્તાવલી

હે વાગે ઢમ્મ ઢમ્મ ઢોલ થાય આનંદ કિલ્લોલ

૨-૨૩૦: સાધુ પ્રિયદર્શનદાસ

Category: બાળ કીર્તનો

છંદ

હે... ગોળ ગોળ ગોળ ચગે રાસનો હિલોળ

 ઊડે ઊડે ઊડે આજ આનંદની છોળ;

થૈ થૈ થૈ શ્રીજી નાચે થનક થૈ

 અમે બાળુડા ઘુમીએ ગૈ ગૈ ગૈ꠶

હે વાગે ઢમ્મ ઢમ્મ ઢોલ, થાય આનંદ કિલ્લોલ

શ્રીજીનો રાસ ચગ્યો ઝાકમ ઝોળ... ꠶ટેક

 ગાયે ગવડાવે ને તાળી દે હાથમાં

 પગના ઠમકાર દિયે શ્રીજી સંગાથમાં

હે... વાગે ઝમક ઝમક ઝાંઝ

 બજે સાથે પખવાજ

રૂમક ઝુમક રાસ રમે સ્વામી અણમોલ... ꠶ ૧

 ભક્તિનો ભાવ વધે સંતોના સંગમાં

 હરખાતા બાળુડા નાચે ઉમંગમાં

હે... શોભે કરમાં કરતાલ

 કંઈ ઊડે રે ગુલાલ

રમી રમી રાસ થયાં હૈયાં તરબોળ... ꠶ ૨

He vāge ḍhamm ḍhamm ḍhol thāy ānand killol

2-230: Sadhu Priyadarshandas

Category: Bal Kirtan

Chhand

He... Goḷ goḷ goḷ chage rāsno hiloḷ,

 Ūḍe ūḍe ūḍe āj ānandnī chhoḷ;

Thaī thaī thaī Shrījī nāche thanak thaī,

 Ame bāḷuḍā ghumīe gaī gaī gaī...

He vāge ḍhamm ḍhamm ḍhol, thāy ānand killol;

Shrījīno rās chagyo jhākam jhoḷ

 Gāye gavḍāve ne tāḷī de hāthamā

 Pagnā ṭhamkār diye Shrījī sangāthamā

He... Vāge jhamak jhamak jhānjh

 Baje sāthe pakhvāj

  Rumak jhumak rās rame Swāmī aṇmol... 1

Bhaktino bhāv vadhe santonā sangmā

Harkhātā bāḷuḍā nāche umangmā

He... Shobhe karmā kartāl

 Kaī ūḍe re gulāl

  Ramī ramī rās thayā haiyā tarboḷ... 2

loading