કીર્તન મુક્તાવલી
પીઠી ચોળી લાડકડી! ચૂંદડી ઓઢી લાડકડી!
૨-૨૧૭: બાલમુકુંદ દવે
Category: આવી અક્ષરવરની જાન
(કન્યાવિદાયનું - કન્યાપક્ષ)
પીઠી ચોળી લાડકડી! ચૂંદડી ઓઢી લાડકડી!
ચૂંદડીએ ધબકારા ઢાંક્યાં ને કરમાં કર સોંપ્યા લાડકડી!... ꠶ ૧
મીઠી આવો લાડકડી! કેમ કહું જાઓ લાડકડી!
તું શાની સાપનો ભારો? તું તુલસીનો ક્યારો લાડકડી!... ꠶ ૨
ચરકલડી ચાલી લાડકડી! રહેશે ના ઝાલી લાડકડી!
આછેરી શીમળાની છાયા એવી તારી માયા લાડકડી!... ꠶ ૩
સોડમાં લીધાં લાડકડી! આંખ ભરી પીધાં લાડકડી!
હીબકાંને હૈયામાં રુંધ્યાં! ને પારકાં કીધાં લાડકડી!... ꠶ ૪
Pīṭhī choḷī lāḍakḍī! Chūndaḍī oḍhī lāḍakḍī!
2-217: Balmukund Dave
Category: Avi Aksharvarni Jan
(Kanyāvidāynu - kanyāpakṣh)
Pīṭhī choḷī lāḍakḍī! Chūndaḍī oḍhī lāḍakḍī!
Chūndaḍīe dhabkārā ḍhākyā ne karmā kar sopyā lāḍakḍī!... ° 1
Mīṭhī āvo lāḍakḍī! Kem kahu jāo lāḍakḍī!
Tu shānī sāpno bhāro? Tu tulasīno kyāro lāḍakḍī!... ° 2
Charakalḍī chālī lāḍakḍī! Raheshe nā zālī lāḍakḍī!
Āchherī shīmaḷānī chhāyā evī tārī māyā lāḍakḍī!... ° 3
Soḍmā līdhā lāḍakḍī! ānkh bharī pīdhā lāḍakḍī!
Hībakāne haiyāmā rundhyā! Ne pārakā kīdhā lāḍakḍī!... ° 4