કીર્તન મુક્તાવલી

ચોરી બાંધી તે ચારે ઠામ રે

૨-૨૧૫: સદ્‍ગુરુ વૈષ્ણવાનંદ સ્વામી

Category: આવી અક્ષરવરની જાન

(ચોરી વખતનું)

ચોરી બાંધી તે ચારે ઠામ રે, ધર્મ અર્થ મોક્ષ ને કામ રે;

યોગ અગ્નિ પ્રગટ કર્યો જાણી રે, હુત હોમ વદે વેદ વાણી રે... ꠶ ૧

પે’લું મંગળ વરતિયું જ્યારે રે, વર્તમાન કર્યાં દૃઢ ત્યારે રે;

બીજું મંગળ વરતિયું ઉમંગે રે, કીધી ભક્તિ નવે દૃઢ અંગે રે... ꠶ ૨

ત્રીજું મંગળ વરતિયું જ્યારે રે, જોગ સિદ્ધ થઈ ભવપાર રે;

ચોથું મંગળ વરતવાને કાજ રે, વેદવિધિની જોડી મા’રાજ રે... ꠶ ૩

ચોથું મંગળ વરતાવ્યું સ્વામી રે, મહાજ્ઞાનના પારને પામી રે;

હું તો પૂરણ બ્રહ્મને પરણી રે, કહે વૈષ્ણવાનંદ એ કરણી રે... ꠶ ૪

Chorī bāndhī te chāre ṭhām re

2-215: Sadguru Vaishnavanand Swami

Category: Avi Aksharvarni Jan

(Chorī vakhatnu)

Chorī bāndhī te chāre ṭhām re, dharma artha mokṣh ne kām re;

Yog agni pragaṭ karyo jāṇī re, hut hom vade ved vāṇī re... ° 1

Pe’lu mangaḷ varatiyu jyāre re, vartamān karyā draḍh tyāre re;

Bīju mangaḷ varatiyu umange re, kīdhī bhakti nave draḍh ange re... ° 2

Trīju mangaḷ varatiyu jyāre re, jog siddha thaī bhavpār re;

Chothu mangaḷ varatvāne kāj re, ved-vidhinī joḍī mā’rāj re... ° 3

Chothu mangaḷ varatāvyu Swāmī re, mahāgnānnā pārne pāmī re;

Hu to Pūraṇ Brahmane parṇī re, kahe Vaiṣhṇavānand e karṇī re... ° 4

loading