કીર્તન મુક્તાવલી

સખી અલબેલોજી તોરણ આવિયા જો

૨-૨૧૦: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: આવી અક્ષરવરની જાન

(વરમાળા પહેરાવતી કન્યાનું ગીત)

સખી અલબેલોજી તોરણ આવિયા જો,

 ભરી મોતીડે થાળ વધાવિયા જો... ૧

ધરી મોરમુગટ ઘણા શોભિયા જો,

 સખી જોઈને ચિત્ત મારા લોભિયા જો... ૨

મેં તો ટાળ્યો ઘુંઘટ પટ આડલો જો,

 પ્રીતે પૂજ્યા પ્રીતમ વર લાડલો જો... ૩

મારો ભવનો તે દોરડો છોડિયો જો,

 હરિ સાથે હથેવાળો જોડિયો જો... ૪

કર્યાં પાણિ ગ્રહણ મહાવનમાં જો,

 જે જે કાર થયો છે ત્રિભુવનમાં જો... ૫

વિધિએ માગી ચરણમાં દક્ષણા જો,

 પ્રેમસખીને નાથે આપી દક્ષણા જો... ૬

Sakhī Albelojī toraṇ āviyā jo

2-210: Sadguru Premanand Swami

Category: Avi Aksharvarni Jan

(Varmāḷā paherāvtī kanyānu gīt)

Sakhī Albelojī toraṇ āviyā jo,

 Bharī motīḍe thāḷ vadhāviyā jo... 1

Dharī mormugaṭ ghaṇā shobhiyā jo,

 Sakhī joīne chitta mārā lobhiyā jo... 2

Me to ṭāḷyo ghunghaṭ paṭ āḍalo jo,

 Prīte pūjyā Prītam Var lāḍlo jo... 3

Māro bhavno te dorḍo chhoḍiyo jo,

 Hari sāthe hathevāḷo joḍiyo jo... 4

Karyā pāṇi grahaṇ mahāvanmā jo,

 Je je kār thayo chhe Tribhuvanmā jo... 5

Vidhie māgī charaṇmā dakṣhaṇā jo,

 Premsakhīne Nāthe āpī dakṣhaṇā jo... 6

loading