કીર્તન મુક્તાવલી

જીવણજીને જાવો લૈને મોસાળું

૨-૨૦૬: અખંડાનંદ મુનિ

Category: આવી અક્ષરવરની જાન

(મામેરું - કન્યાપક્ષ)

જીવણજીને જાવો લૈને મોસાળું, મોહનજીને જાવો લૈને મોસાળું;

 કે’ છે પુત્રને તરવાડી કાળુ... ꠶ટેક

છાબ સોનેરી વસ્ત્રેશું ભરજો, ઘણાં ઘરેણાં છાબમાં ધરજો;

 બેની બાળાને બહુ રાજી કરજો... જીવણ꠶ ૧

સાસુ સસરાને ચિતવી ચિતે, દેજો વસ્ત્ર રૂડાં કરી પ્રીતે;

 ન્યૂન રાખશોમાં કોઈ રીતે... જીવણ꠶ ૨

વસ્ત્ર ઘરેણાં ઘનશ્યામ તણાં, પાઘ દુશાલ ધર્મનાં ઘણાં;

 લઈ જાજો મ રાખશો મણા... જીવણ꠶ ૩

બેની બાળા સારુ ઘડશાળી, બીજાં વસ્ત્ર તે દેજો સંભાળી;

 કોઈ રીતે ન રહે ઓશિયાળી... જીવણ꠶ ૪

દેજો મોતી માળાની ઝૂડી, કોટે કંઠેસરી લાગે રૂડી;

 મોહનમાળા હાથે હેમ ચૂડી... જીવણ꠶ ૫

લેજો અખંડ મણિ જડ્યો મોડ, સગાં બંધુ જાજો જોડ જોડ;

 બેની બાળાની જઈ પૂરો કોડ... જીવણ꠶ ૬

Jīvaṇjīne jāvo laine mosāḷu

2-206: Akhandanand Muni

Category: Avi Aksharvarni Jan

(Māmeru - Kanyāpakṣha)

Jīvaṇjīne jāvo laine mosāḷu, Mohanjīne jāvo laine mosāḷu;

 Ke’ chhe putrane tarvāḍī kāḷu... °ṭek

Chhāb sonerī vastreshu bharjo, ghaṇā ghareṇā chhābmā dharjo;

 Benī bāḷāne bahu rājī karjo... Jīvaṇ° 1

Sāsu sasarāne chitavī chite, dejo vastra rūḍā karī prīte;

 Nyūn rākhashomā koī rīte... Jīvaṇ° 2

Vastra ghareṇā Ghanshyām taṇā, pāgh dushāl dharmanā ghaṇā;

 Laī jājo ma rākhasho maṇā... Jīvaṇ° 3

Benī bāḷā sāru ghaḍshāḷī, bījā vastra te dejo sambhāḷī;

 Koī rīte na rahe oshiyāḷī... Jīvaṇ° 4

Dejo motī māḷānī zūḍī, koṭe kanṭhesarī lāge rūḍī;

 Mohanmāḷā hāthe hem chūḍī... Jīvaṇ° 5

Lejo akhanḍ maṇi jaḍyo moḍ, sagān bandhu jājo joḍ joḍ;

 Benī bāḷānī jaī pūro koḍ... Jīvaṇ° 6

loading