કીર્તન મુક્તાવલી

પીઠી ચોળે પિતરાણી આ તો છે અક્ષરાતીત

૨-૨૦૪: અખંડાનંદ મુનિ

Category: આવી અક્ષરવરની જાન

(વરને પીઠી ચોળતી વખતે)

પીઠી ચોળે પિતરાણી, આ તો છે અક્ષરાતીત એમ જાણી... ꠶ ૧

મુખ ચોળી જોયું મનોહર જેણે, નક્કી કર્યું હરિ ધામે જાવા તેણે... ꠶ ૨

હાથ ચોળી હાથ ચોળી જોયા હરિ, તેને પરમધામ પ્રાપ્તિ કરે... ꠶ ૩

છાતી ચોળી માનની મંગળ ગાય, તેને બ્રહ્મધામ આવ્યું ભાગ્યમાંય... ꠶ ૪

પડખાં ચોળી જુવે છે જુવતી જેહ, તેનાં થયાં અમૃતધામમાં ગેહ... ꠶ ૫

પેટે ચોળે પ્રેમે પ્રેમદા વળી, તેને બ્રહ્મમોહોલે બોલાવ્યું મળી... ꠶ ૬

વાંસો ચોળે વિનતા વારંવાર, તેના વર અક્ષરધામે ત્યાર... ꠶ ૭

ચરણ ચોળી છાપ્યાં છાતીએ જે દાસ, વાસ વસ્યા અખંડાનંદ હરિ પાસ... ꠶ ૮

Pīṭhī choḷe pitrāṇī ā to chhe Akṣharātīt

2-204: Akhandanand Muni

Category: Avi Aksharvarni Jan

(Varane pīṭhī choḷatī vakhate)

Pīṭhī choḷe pitrāṇī, ā to chhe Akṣharātīt em jāṇī... ° 1

Mukh choḷī joyu manohar jeṇe, nakkī karyu Hari Dhāme jāvā teṇe... ° 2

Hāth choḷī hāth choḷī joyā Hari, tene paramdhām prāpti kare... ° 3

Chhātī choḷī mānnī mangaḷ gāy, tene brahmadhām āvyu bhāgyamāy... ° 4

Paḍkhā choḷī juve chhe juvatī jeh, tenā thayā amṛutdhāmmā geh... ° 5

Peṭe choḷe preme premadā vaḷī, tene brahmamohole bolāvyu maḷī... ° 6

Vāso choḷe vinatā vāramvār, tenā var Akṣhardhāme tyār... ° 7

Charaṇ choḷī chhāpyā chhātīe je dās, vās vasyā Akhanḍānand Hari pās... ° 8

loading