કીર્તન મુક્તાવલી

સ્વામિનારાયણ મહામંત્રનો જગમાં જય જયકાર છે

૨-૨૦૨૪: સાધુ અક્ષરજીવનદાસ

Category: બાળ કીર્તનો

રાગ: આશાવરી

સ્વામિનારાયણ મહામંત્રનો જગમાં જય જયકાર છે,

ગુંજી રહ્યો નવખંડ ધરમાં મહિમા અપરંપાર છે... ꠶ટેક

સહજાનંદ સ્વામીએ આપ્યો મહામંત્ર કણ કણ ગુંજે,

જપીએ બીજા મંત્ર ઘણા પણ આને તોલે નાવે,

સ્વામિનારાયણ નાદ પડે ત્યાં જમડાં ભાગી જાય છે... ગુંજી꠶ ૧

ૐ સ્વામિનારાયણ, ૐ સ્વામિનારાયણ,

ૐ સ્વામિનારાયણ, ૐ સ્વામિનારાયણ... (૨)

સ્વામી છે ગુણાતીતાનંદ નારાયણ છે સહજાનંદ,

ભક્ત અને ભગવાન મળીને આપે છે સહું ને આનંદ,

આધી વ્યાધી ઉપાધી સંતાપ સમૂળા જાય છે... ગુંજી꠶ ૨

ખાતા પીતા હરતા ફરતા સઘળી ક્રિયામાં જપીએ,

શ્વાસોચ્છ્‍વાસે સ્વામિનારાયણ સ્વામિનારાયણ રટીએ,

મહિમા સાથે સ્મરણ કરતાં અક્ષરધામ પમાય છે... ગુંજી꠶ ૩

ૐ સ્વામિનારાયણ, ૐ સ્વામિનારાયણ,

ૐ સ્વામિનારાયણ, ૐ સ્વામિનારાયણ... (૨)

Swāminārāyaṇ mahāmantrano jagmā jay jaykār chhe

2-2024: Sadhu Aksharjivandas

Category: Bal Kirtan

Raag(s): Ashãvari

Swāminārāyaṇ mahāmantrano jagmā jay jaykār chhe,

Gunjī rahyo navkhanḍ dharāmā mahimā aprampār chhe.

Sahajānand Swāmī e āpyo, mahāmantra kaṇ kaṇ gunje,

Japīe bījā mantra ghaṇā paṇ, āne tole nā āve,

Swāminārāyaṇ nād paḍe, tyā jamḍā bhāgī jāy chhe.

  ... gunjī rahyo 1

Swāmī chhe Guṇātītānand, Nārāyaṇ chhe Sahajānand,

Bhakta ane Bhagwān maḷīne āpe chhe saune ānand,

Ādhi, vyādhi, upādhi, santāp samūḷā jāy chhe,

  ... gunjī rahyo 2

Khātā pītā, hartā fartā, saghḷī kriyāmā japīe,

Shvaso shvase Swāminārāyaṇ Swāminārāyaṇ raṭīe,

Mahimā sāthe smaraṇ kartā Akshardhām pamāy chhe,

  ... gunjī rahyo 3

Aum Swāminārāyaṇ, aum Swāminārāyaṇ...

loading