કીર્તન મુક્તાવલી

મારે સ્વામીને રાજી કરવા જ છે

૨-૨૦૨૨: સાધુ મધુરવદનદાસ

Category: બાળ કીર્તનો

મારે સ્વામીને રાજી કરવા જ છે, મારે શ્રીજીને રાજી કરવા જ છે;

કોઈ પણ ભોગે ગમે તે સંજોગે, સ્વામીને રાજી કરવા જ છે... ૧

વહેલા ઊઠી પ્રભુ સ્મરણ કરીને, સ્નાન પૂજા કરી માતા-પીતાને,

પ્રણામ મારે કરવા જ છે... મારે સ્વામીને꠶ ૨

દફતર લઈને નિશાળે જઈને, ગુરુજી ભણાવે તેમાં ધ્યાન દઈને,

પહેલો નંબર લાવવો જ છે... મારે સ્વામીને꠶ ૩

ધ્રુવ પ્રહ્‌લાદ જેવા ભક્ત થઈને, સંતોના ચરણોમાં શીશ ધરીને,

બાળપણથી જ પ્રભુ ભજવા છે... મારે સ્વામીને꠶ ૪

Māre Swāmīne rājī karvā ja chhe

2-2022: Sadhu Madhurvadandas

Category: Bal Kirtan

Māre Swāmīne rājī karvā ja chhe,

 Māre Shrījīne rājī karvā ja chhe,

Koī paṇ bhoge game te sanjoge,

 Swāmīne rājī karvā ja chhe... 1

Vahelā ūṭhī Prabhusmaraṇ karīne,

Snān pūjā karī mātā pitāne,

 Praṇām māre karvā ja chhe... māre 2

Daftar laīne nishāḷe jaīne,

Gurujī bhaṇāve temā dhyān daīne,

 Pahelo number lāvvo ja chhe... māre 3

Dhruv Prahlād jevā bhakta thaīne,

Santonā charaṇomā shīsh dharīne,

 Bāḷpaṇthī Prabhu bhajvā ja chhe... māre 4

loading