કીર્તન મુક્તાવલી

પ્રણામ હો પ્રણામ હો! હે સહજાનંદજી

૨-૨૦૨૦: સાધુ અક્ષરવત્સલદાસ

Category: બાળ કીર્તનો

પ્રણામ હો પ્રણામ હો! હે સહજાનંદજી પ્રણામ હો,

બાળક છીએ અમે આપના, આપ અમ પ્રતિપાળ છો... ૧

માત તમે છો તાત તમે છો, બંધુ સખા પ્રિય આપ છો;

આપ અમ તણી આશ છો ભગવન, સુખતણા દાતાર છો... ૨

બળ બુદ્ધિ ને વિદ્યા વિનયના, તેજ સાદ પ્રગટાવજો;

ધર્મ નિયમ સંયમમાં ભગવન, ટેક અવિચળ આપજો... ૩

સેવા સત્સંગ સદ્‍બુદ્ધિના, હે પ્રભુજી વરદાન દો;

સદ્‌ગુણો ખીલે અંતર ભગવન, એ જ અમ અભિલાષ હો... ૪

પ્રમુખસ્વામીમાં પ્રીતિ હો પ્રભુ, દુર્ગુણો પર જીત હો;

બ્રહ્મભાવે આપના ભગવન, ચરણમાં અનુરાગ હો... ૫

Praṇām ho praṇām ho he Sahajānandjī praṇām ho

2-2020: Sadhu Aksharvatsaldas

Category: Bal Kirtan

Praṇām ho, praṇām ho,

 he Sahajānandjī praṇām ho,

Bāḷak chhīe ame āpnā,

 āp am pratipāḷ chho... praṇām

Māt tame chho, tāt tame chho,

 bandhu sakhā priya āp chho,

Āp am taṇī āsh chho Bhagwan,

 sukh taṇā dātār chho... praṇām

Baḷ buddhi ne vidyā vinaynā,

 tej sadā pragaṭāvjo,

Dharma-niyam sayammā Bhagwan,

 ṭek avichaḷ āpjo ... praṇām

Sevā satsang sadbuddhinā,

 he Prabhujī vardān do,

Sadguṇo khīle antare Bhagwan,

 ej am abhilāsh ho... praṇām

Pramukh Swāmīmā prīti ho Prabhu,

 durguṇo par jīt ho,

Brahmabhāve āpnā Bhagwan,

 charaṇmā anurāg ho... praṇām

loading