કીર્તન મુક્તાવલી

હાલા કરું હો વા’લા કરું હો

૨-૨૦૧૯: સાધુ અક્ષરજીવનદાસ

Category: બાળ કીર્તનો

હાલા કરું હો વા’લા કરું હો, ઘનશ્યામ તમને વા’લા કરું... ૧

ફરફરતી ફૂદળી પારણે બંધાવું, ઘમકંતી ઘુંઘરી હેતે જડાવું;

રેશમી દોરીએ ઝુલાવું રાજ, ઝુલાવું રાજ, તમને ઝુલાવું રાજ... ૨

ચાંદા મામાને વાર્તા સુણાવું, ગલી ગલી કરતાં ખીલ ખીલ હસાવું;

મીઠું મીઠું હસતાં હીંચાવું રાજ, હીંચાવું રાજ તમને હીંચાવું રાજ... ૩

પોચા પોચા પેલા પોઢણિયાં લાવું, સૂવા સુવાળા નવા વાવા પહેરાવું;

પ્રેમથી પાય લાગી પોઢાળું રાજ, પોઢાળું રાજ તમને પોઢાળું રાજ... ૪

Hālā karu hu vhālā karu hu

2-2019: Sadhu Aksharjivandas

Category: Bal Kirtan

Hālā karu hu vhālā karu hu,

 Ghanshyām tamne vhālā karu.

Farfartī fūdaḍī pārṇe bandhāvu,

 Ghamkantī ghugharī hete jaḍāvu,

Reshmī dorīe jhulāvu rāj, jhulāvu rāj.

 tamne jhulāvu rāj... hālā 1

Chāndā māmānī vārtā suṇāvu,

 Galī galī kartā khil khil hasāvu,

Mīṭhu mīṭhu hastā hīnchāvu rāj, hīnchāvu rāj,

 tamne hinchāvu rāj... hālā 2

Pochā pochā pelā poḍhaṇiyā lāvu,

 Suvā suvāḷā navā vāvā paherāvu,

Premthī pāy lāgī poḍhāḍu rāj, poḍhāḍu rāj,

 tamne poḍhāḍu rāj... hālā 3

loading