કીર્તન મુક્તાવલી

હું તો દોડી દોડી જાઉં એની પાસે

૨-૨૦૧૮: સાધુ પ્રિયદર્શનદાસ

Category: બાળ કીર્તનો

હું તો દોડી દોડી જાઉં એની પાસે,

કે ઘનશ્યામ પ્યારા લાગે પ્યારા લાગે પ્યારા લાગે રે;

એ તો દોડી દોડી આવે મારી પાસે,

કે ઘનશ્યામ મારા લાગે મારા લાગે મારા લાગે રે... ૧

ઝમ્મર ઝુલણીયા કેડે લટકાવીને,

રણઝણતા ઝાંઝરને પગમાં ઝમકારીને;

હે... એ તો લટકંતા મટકંતા ચાલે... કે ઘનશ્યામ꠶ ૨

કાલું કાલું બોલતા મનડું એ હરતા,

મીઠું મીઠું ગાઈ ગાઈ મુખડું એ ભરતા;

હે... મારી આંખોને એવા રે ભાવે... કે ઘનશ્યામ꠶ ૩

ફરર ફરર ફેર ફેર ફૂંદરડી ફરતા,

રમ્મતો રમતા ને ગમ્મતો કરતા;

હે... એ તો વા’લેને વા’લે નવરાવે... કે ઘનશ્યામ꠶ ૪

Hu to doḍī doḍī jāu enī pāse

2-2018: Sadhu Priyadarshandas

Category: Bal Kirtan

Hu to doḍī doḍī jāu enī pāse,

Ke Ghanshyām pyārā lāge,

  pyārā lāge pyārā lāge re.

E to doḍī doḍī āve mārī pāse,

Ke Ghanshyām mārā lāge, mārā lāge,

  mārā lāge re,

Jhammar jhulaṇiyā keḍe laṭkāvīne

 Raṇjhaṇtā jhānjhar ne pagmā jhamkārīne,

E to laṭkantā maṭkantā chāle,

 Ke Ghanshyām pyārā lāge,

  Ke Ghanshyām mārā lāge. 1

Kālu kālu boltā manḍu e hartā,

 Mīṭhu mīṭhu gāī gāī mukhḍu e bhartā,

Mārī ānkhone evā re bhāve,

 Ke Ghanshyām pyārā lāge,

  Ke Ghanshyām mārā lāge. 2

Farar farar fer fer fudarḍī fartā,

 Rammato ramtā ne gammato kartā,

E to vhāle ne vhāle na’vrāve,

 Ke Ghanshyām pyārā lāge,

  Ke Ghanshyām mārā lāge. 3

loading