કીર્તન મુક્તાવલી

ભગવાન સૌથી મોટા છે ભગવાન ભજી લઈએ

૨-૨૦૧૬: સાધુ અક્ષરજીવનદાસ

Category: બાળ કીર્તનો

ભગવાન સૌથી મોટા છે, ભગવાન ભજી લઈએ;

ભગવાનનો મહિમા મોટો છે, એ સ્મરણ કરી લઈએ... ૧

ભગવાને કેવી સૃષ્ટિ રચી છે, અનંત અચરજકારી;

પંખી પુષ્પો પતંગીયાંમાં, પૂર્યાં રંગ હજારી;

માનવ શરીરની રચના જોઈ (૨), શિશ નમી દઈએ... ૨

પૃથ્વીમાં કણ કણ વાવે તેના, અનંત ઊપજે દાણા;

સૌને પ્રભુ જીવાડે, સૌના એ છે પાલનહારા;

ઉપકાર હરિના અનંત છે (૨), ઋણી સદા રહીએ... ૩

ભગવાન શ્રીહરિએ દીધા સૌને, ધર્મ નિયમ વિચારી;

પાલન કરીએ સદાય સત્સંગ, ભક્તિ કરીએ સારી;

ગુરુ પ્રમુખસ્વામીમાં હેત કરી, ભવ પાર તરી જઈએ... ૪

Bhagwān sauthī moṭā chhe Bhagwān bhajī laīe

2-2016: Sadhu Aksharjivandas

Category: Bal Kirtan

Bhagwān sauthī moṭā chhe, Bhagwān bhajī laīe,

Bhagwānno mahimā moṭo chhe, e smaraṇ karī laīe,

  Bhagwān...

Bhagwāne kevī srushṭi rachī chhe anant achrajkārī,

 Pankhī, pushpo, patangiyāmā pūryā rang hajārī,

Mānav sharirnī rachnā joī, shīsh namī daīe.

  ... Bhagwān 1

Pruthvīmā kaṇ kaṇ vāve tenā, anant ūpje dāṇā,

 Saune Prabhu jivāḍe saunā, e chhe pālanhārā,

Upkār Harinā anant chhe, ruṇī sadā rahīe.

  ... Bhagwān 2

Bhagwān Shrī Harie dīdhā saune, dharma niyam vichārī,

 Pālan karīe sadāye satsang, bhakti karīe sārī,

Guru Pramukh Swāmīmā het karī, bhavpār tarī jaīe.

  ... Bhagwān 3

loading