કીર્તન મુક્તાવલી

નાનકડા હે ઘનશ્યામજી

૨-૨૦૧૨: સાધુ અક્ષરજીવનદાસ

Category: બાળ કીર્તનો

 ઘનશ્યામજી... ઘનશ્યામજી...

નાનકડા હે ઘનશ્યામજી, નાનકડી કરીએ પ્રાર્થના

નાનકડા સૌ શિશુ બાળની, સ્વીકારજો અભિવંદના...

 ઘનશ્યામજી ઘનશ્યામજી... ꠶ટેક

અમ આંખ નાની કરે દર્શન, કાન નાના કથા સુને

અમ હાથ નાના ચરણ નાના, સેવા મોટી કર્યા કરે

નાનકડું મુખ ગુણગાન ગાયે, જમે પ્રસાદી આપની

નાનકડું મન ચિંતન કરે, હૃદયે વસો પ્રભુ ભાવથી

 ઘનશ્યામજી ઘનશ્યામજી... ૧

નાનાથી નાના થઈ સદા, સત્સંગ કરીએ હે હરિ

નિયમો પળે નિશ્ચય ટકે, રહીએ અમે સૌ હળીમળી

નાનકડી પ્રભુજી કૃપા કરો, તમ વિના બીજું નવ ચાહીએ

ગુરુ પ્રમુખસ્વામીને રીઝવીએ, સૌ ધામ અક્ષર પામીએ

 ઘનશ્યામજી ઘનશ્યામજી... ૨

Nānakḍā he Ghanshyāmjī

2-2012: Sadhu Aksharjivandas

Category: Bal Kirtan

Ghanshyāmjī... Ghanshyāmjī...

Nānakḍā he Ghanshyāmjī, nānakḍī karīe prārthanā

Nānakḍā sau shishu bāḷnī, svīkārjo abhivandnā...

 Ghanshyāmjī Ghanshyāmjī... °ṭek

Am ānkh nānī kare darshan, kān nānā kathā sune

Am hāth nānā charaṇ nānā, sevā moṭī karyā kare

Nānakḍu mukh guṇgān gāye, jame prasādī āpnī

Nānakḍu man chintan kare, hṛudaye vaso Prabhu bhāvthī

 Ghanshyāmjī Ghanshyāmjī... 1

Nānāthī nānā thaī sadā, satsang karīe he Hari

Niyamo paḷe nishchay ṭake, rahīe ame sau haḷīmaḷī

Nānakḍī Prabhujī kṛupā karo, tam vinā bīju nav chāhīe

Guru Pramukh Swāmīne rīzavīe, sau Dhām Akṣhar pāmīe

 Ghanshyāmjī Ghanshyāmjī... 2

loading