કીર્તન મુક્તાવલી
હે પ્રમુખસ્વામી પધારો દિલથી આજે દાન દો
૨-૨૦૦: અજાણ્ય
Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો
હે પ્રમુખસ્વામી પધારો, દિલથી આજે દાન દો;
દ્વાર અક્ષરધામ ખોલો, એમાં અમને સ્થાન દો... ꠶ટેક
મુક્તિના દાતાર થઈને, અમ હૃદયમાં આવજો;
માયાથી રક્ષા કરીને, વાસના સૌ કાપજો... હે꠶ ૧
મન અમારું આપનામાં, રાતદિન રમતું રહે;
મોહ પામે એ કશે ના, ગુરુભક્તિમાં રહે... હે꠶ ૨
દિવ્યદૃષ્ટિ નિર્દોષબુદ્ધિ, અમને દૃઢ નિશ્ચય થજો;
મહેરની વર્ષા કરીને, ધામ અક્ષર આપજો... હે꠶ ૩
He Pramukh Swāmī padhāro dilathī āje dān do
2-200: unknown
Category: Pramukh Swami Maharajna Pad
He Pramukh Swāmī padhāro, dilathī āje dān do;
Dvār Akshardhām kholo, emā amne sthān do...
Muktinā dātār thaīne, am hradaymā āvjo;
Māyāthī rakshā karīne, vāsnā sau kāpjo... he 1
Man mārū āpnāmā, rātdin ramtu rahe;
Moh pāme e kashe nā, gurubhaktimā rahe... he 2
Divyadrashṭi nirdoshbuddhi, amne dradh nischay thajo;
Mahernī varshā karīne, Dhām Akshar āpjo... he 3