કીર્તન મુક્તાવલી

યોગી તુંને વંદું વારંવાર

૨-૧૭૮: સાધુ પ્રિયદર્શનદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

દોહો

લાખો વંદન યોગીજીને, કર્યા ઉપકાર અનંત,

નિજ સર્વસ્વ આપિયા, પ્રમુખ સરીખા સંત.

યોગી તુંને વંદું વારંવાર,

 પ્રમુખ રૂપે આવી મળ્યો રે બોલ,

યોગી તું તો અક્ષરબ્રહ્મ સાક્ષાત્,

 પ્રમુખમાં પ્રગટી રહ્યો રે લોલ... ꠶ટેક

યોગી તારા આતમની ઝળહળ જ્યોતિ,

 પ્રમુખ નેણે રેલી રહી રે લોલ,

યોગી તારી વાણીની અમરતધારા,

 પ્રમુખ મુખ વર્ષતી રે લોલ... ૧

યોગી તારા સ્નેહ તણી સરવાણી,

 પ્રમુખ હૃદયે વહે રે લોલ,

યોગી તું તો ભૂલ્યાની ભોમનો મારગ,

 પ્રમુખ એનો ભોમિયો રે લોલ... ૨

યોગી તું તો વારે વારે ઉચરતો,

 પ્રમુખસ્વામી સર્વસ્વ છે રે લોલ,

યોગી તારા આભ સમા ઉપકાર,

 પ્રમુખ રૂપ ધારી રહ્યો રે લોલ... ૩

Yogī tune vandu vāramvār Pramukh rūpe

2-178: Sadhu Priyadarshandas

Category: Pramukh Swami Maharajna Pad

Doho

Lākho vandan Yogījīne, karyā upkār anant;

Nij sarvasva āpīyā, Pramukh sarīkhā sant.

Yogī tune vandu vāramvār,

 Pramukh rūpe āvī maḷyo re bol,

Yogī tu to Aksharbrahma sākshāt,

 Pramukhmā pragaṭī rahyo re lol...

Yogī tārā ātamnī jhaḷhaḷ jyoti,

 Pramukh neṇe relī rahī re lol,

Yogī tārī vāṇīnī amratdhārā,

 Pramukh mukh varshtī re lol... 1

Yogī tārā sneh taṇī sarvāṇī,

 Pramukh hradaye vahe re lol,

Yogī tu to bhulyānī bhomno mārg,

 Pramukh eno bhomiyo re lol... 2

Yogī tu to vāre vāre ucharto,

 Pramukh Swāmī sarvasva chhe re lol,

Yogī tārā ābh samā upkār,

 Pramukh rūp dhārī rahyo re lol... 3

loading