કીર્તન મુક્તાવલી
મારા મનડાનો મીત મારે તુજ સંગ પ્રીત
મારા મનડાનો મીત, મારે તુજ સંગ પ્રીત,
સ્વામી શ્રીજી મળ્યા છે તારા રૂપમાં.. ꠶ટેક
પ્રીતનો પાવો વગાડી પાગલ કર્યા તેં,
અમ થકી દૂર તમે જાશો ના;
સહી ના શકે આ હૈયાં, વિરહની વેદના,
તરસ્યાં સદા તારા સ્નેહના;
કીધાં હૈયા તરબોળ ઊડે આનંદની છોળ,
એવો દરિયો ઝૂમે છે તારી આંખોમાં... મારા꠶ ૧
દુનિયાના રંગ લાગે તુજ આગે વામણા,
જગથી વિરક્ત એવા, સંત સોહામણા,
વેણલાં મધુરાં તારાં, મનને લોભામણાં,
સ્વામી તુજ નામ લેતાં, હૈયાં હરખામણાં;
[પ્રમુખસ્વામી નામ જ લેતાં, હૈયાં હરખામણાં;]
તોડે ભવની જંજીર, કરે સહુને અમીર,
એવો અલૌકિક ખજાનો તારી આંખોમાં... મારા꠶ ૨
Mārā manḍāno mīt māre tuj sang prīt
Mārā manḍāno mīt, māre tuj sang prīt;
Swāmī Shrījī maḷyā chhe tārā rūpmā...
Prītno pāvo vagāḍī pāgal karyā te,
Am thakī dūr tame jāsho nā;
Sahī nā shake ā haiyā, virhanī vednā,
Tarsyā sadā tārā snehnā;
Kīdhā haiyā tarb ḷ ūḍe ānandnī chhoḷ,
Evo darīyo jhume chhe tārī ānkhomā... mārā 1
Duniyānā rang lāge tuj āge vāmṇā,
Jagthī virakt evā, sant sohāmaṇā;
Veṇlā madhurā tārā, manne lobhāmaṇā,
Swāmī tuj nām letā, haiyā harkhāmṇā,
[Pramukh Swāmī nām ja letā, haiyā harkhāmṇā,]
Toḍe bhavnī janjīr, kare sahune amīr,
Evo alaukik khajāno tārī ānkhomā... mārā 2