કીર્તન મુક્તાવલી

મારા અંતરની વીણા ઝંકારે

૨-૧૭૪: સાધુ યોગેન્દ્રદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

રાગ: ગુર્જરી તોડી

 મારા અંતરની વીણા ઝંકારે

 આવે પ્રમુખસ્વામી મારે દ્વારે

 મારા આયખાને ઓવારે... ꠶ટેક

છોને હારેલા છેક તોયે રીઝવવા એક

 મારા અંતરના ઓરતા પુકારે

મુક્ત વનનો સમીર બની પરદેશી વીર

 મારી ભાંગેલી નાવને ઉગારે

 વહે જીવતર બસ એના ઈશારે... આવે꠶ ૧

ગાઉં ઉમંગે ગીત જાગે પહેલાની પ્રીત

 એની અદ્‍ભુત આંખોના અણસારે

ભલે નિર્બળ નાદાર એક એનો આધાર

 નહિ સાધન કીધાં કોઈ ભારે

 મારી ભવભવની બેડી ઉગારે... આવે꠶ ૨

Mārā antarnī viṇā jhankāre āve Pramukh Swāmī

2-174: Sadhu Yogendradas

Category: Pramukh Swami Maharajna Pad

Raag(s): Gurjari Todi

Mārā antarnī viṇā jhankāre,

Āve Pramukh Swāmī māre dvāre,

 Mārā āykhāne ovāre...

Chhone hārelā chhek toye rījhavvā ek,

Mārā antarnā ortā pukāre,

 Mukta van no samīr banī pardeshī vīr,

Mārī bhānglī nāvne ugāre,

 Vahe jīvtar bas enā īshāre... āve 1

Gāu umange gīt jāge pahelānī prīt,

Enī adbhut ānkhonā aṇsāre,

 Bhale nīrbaḷ nādār ek eno ādhār,

Nahī sādhan kīdhā koī bhāre,

 Mārī bhav bhavnī beḍī ugāre... āve 2

loading