કીર્તન મુક્તાવલી

પ્રેમલ અને કરુણાસભર સ્વામીની હસ્તીમાં

૨-૧૭૧: સાધુ પ્રિયદર્શનદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

પ્રેમલ અને કરુણાસભર સ્વામીની હસ્તીમાં

બીજું બનું કે ના બનું

 સ્વામીના થવું ગમે... ꠶ટેક

ધીમે ધીમે ફેલાતી રહે સુગંધ શ્વાસોમાં

ચમન બનું કે ના બનું

 એક ફૂલ થવું ગમે... ꠶ ૧

સરકી રહી છે રેતશી ઘટનાઓ જીવનમાં

સમય બનું કે ના બનું

 એક ક્ષણ થવું ગમે... ꠶ ૨

ઘૂંટાતો રહ્યો જે કેફ થઈ પૃથ્વીના કણકણમાં

રાગ બનું કે ના બનું

 સરગમ થવું ગમે... ꠶ ૩

પાંપણ તણા પલકારમાં ખોવાતો રહ્યો છું હું

સ્મરણ બનું કે ના બનું

 પ્રિયદર્શન થવું ગમે... ꠶ ૪

Premal ane karuṇāsabhar Swāmīnī hastīmā

2-171: Sadhu Priyadarshandas

Category: Pramukh Swami Maharajna Pad

Premal ane karuṇāsabhar Swāmīnī hastīmā

Bīju banu ke nā banu,

 Swāmīnā thavu game...

Dhīme dhīme felātī rahe sugandh shvāsomā

Chaman banu ke nā banu,

 Ek fūl thavu game... 1

Sarkī rahī chhe retshi ghaṭnāo jīvanmā

Samay banu ke nā banu,

 Ek kshaṇ thavu game... 2

Ghunṭāto rahyo je kef thaī pruthvīnā kaṇ kaṇmā

Rāg banu ke nā banu,

 Sargam thavu game... 3

Pāpaṇ taṇā palkārmā khovāto rahyo chhu hu

Smaraṇ banu ke nā banu,

 Priyadarshan thavu game... 4

loading