કીર્તન મુક્તાવલી

સ્વામીશ્રીજીના નિશાન ઓછા હોય નહિ

૨-૧૭૦૨૭: છગનદાસ

Category: શાસ્ત્રીજી મહારાજનાં પદો

સ્વામીશ્રીજીના નિશાન ઓછા હોય નહિ,

ઓછા હોય નહિ રે ઓછા હોય નહિ રે... સ્વામી... ૧

 

ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ દિવ્ય વાણીની અદ્‌ભુત શક્તિ,

હે એની વાતુંના પડકારા ઓછા હોય નહિ રે... સ્વામી... ૨

 

અતિ અલૌકિક ધામ રચાવ્યા ધામ અને ધામી પધરાવ્યા,

હે એના પ્રતાપના ચમકારા ઓછા હોય નહિ રે... સ્વામી... ૩

 

અજ્ઞાન તનો અંધકાર મીટાવ્યો ધર્મ-જ્ઞાનનો દીપ જલાવ્યો,

હે એની જ્યોતિના અજવાળાં ઓછા હોય નહિ રે... સ્વામી... ૪

 

ભરતખંડે આપ પધાર્યા ભક્તજનોનાં દુઃખ વિદાર્યાં,

એવા સંકટના હરનારા બીજા હોય નહિ રે... સ્વામી... ૫

 

દાસ છગન કહે જેને મળીયા તેનાં તો ભવબંધન ટળીયાં,

હે એવા મુક્તિ દેનારા કોઈ હોય નહિ રે... સ્વામી... ૬

Swāmī-Shrījīnā nishān ochhā hoy nahi

2-17027: Chhagandas

Category: Shastriji Maharajna Pad

Swāmī-Shrījīnā nishān ochhā hoy nahi,

Ochhā hoy nahi re ochhā hoy nahi re... Swāmī... 1

 

Dharma gnān vairāgya ne bhakti divya vāṇīnī ad‌bhut shakti,

He enī vātūnā paḍakārā ochhā hoy nahi re... Swāmī... 2

 

Ati alaukik dhām rachāvyā dhām ane dhāmī padharāvyā,

He enā pratāpnā chamakārā ochhā hoy nahi re... Swāmī... 3

 

Agnān tano andhakār mīṭāvyo dharma-gnānno dīp jalāvyo,

He enī jyotinā ajavāḷā ochhā hoy nahi re... Swāmī... 4

 

Bharat-khanḍe āp padhāryā bhakta-janonā dukh vidāryā,

Evā sankaṭnā haranārā bījā hoy nahi re... Swāmī... 5

 

Dās Chhagan kahe jene maḷīyā tenā to bhav-bandhan ṭaḷīyā,

He evā mukti denārā koī hoy nahi re... Swāmī... 6

loading