કીર્તન મુક્તાવલી

હાં રે વીરા અણમોલો અવસર જાય રે

૨-૧૭૦૨૬: શંકરદાસ

Category: શાસ્ત્રીજી મહારાજનાં પદો

હાં રે વીરા અણમોલો અવસર જાય રે,

 જઈએ સ્વામીજીના સંગમાં,

 રે જઈએ ગુણાતીત મંદિરે...

હાં રે મારા હૈયામાં હરખ ન માય રે,

 જઈએ સ્વામીજીના સંગમાં,

 રે જઈએ ગુણાતીત મંદિરે...

 

પુણ્ય પૂર આવી રહ્યાં આપણાં, રીઝ્યા શ્રી ભગવંત,

પ્રગટ ધર્મ પ્રવર્તાવવા, પ્રગટ્યા એકાંતિક સંત,

હાં રે વીરા જઈએ તેવા ગુરુ પાસ રે, જઈએ સ્વામીજીના...

હાં રે શિર સાટે લેશું અક્ષરધામ રે, જઈએ સ્વામીજીના...

હાં રે શિર સાટે રાખી વિશ્વાસ રે, જઈએ સ્વામીજીના...

 

અનેક જન્મના પુણ્યથી, મળ્યો મનુષ્ય અવતાર,

સર્વે પ્રકારે સમજીને, કરીએ ઊંડો વિચાર,

હાં રે હવે ના જોવી કોઈની વાટ રે, જઈએ સ્વામીજીના...

હાં રે ભલે આવે જો વસમા ઘાટ રે, જઈએ સ્વામીજીના..

 કે હાલો જઈએ સ્વામીજીના સંગમાં...

 

ઘણી ઉપાધી સહન કરી, બહુ બહુ વેઠ્યાં દુઃખ,

તો પણ મહોબત રાખતા, કદી ન આવ્યું સુખ,

કે હાં રે વીરા મૂકોને સર્વેનો સાથ રે, જઈએ સ્વામીજીના...

હાં રે વીરા શિર સાટે ભીડો હવે બાથ રે, જઈએ સ્વામીજીના...

 

ઘરમાં ઘૂસી જે રહે, નીકળે નહિ જે બહાર,

ભાગ ન લે સાચા સંગમાં, તે નરને ધિક્કાર,

હાં રે વીરા શિખવા ગુણાતીત જ્ઞાન રે, જઈએ સ્વામીજીના...

હાં રે વીરા રહીએ સદા ગુલતાન રે, જઈએ સ્વામીજીના...

 

સ્વામીશ્રીજી અખંડ રહે, અંતરમાં કરી વાસ,

એવા સાચા સંતનો, રાખી પૂરણ વિશ્વાસ,

હાં રે વીરા કરી લ્યોને આપણું કામ રે, જઈએ સ્વામીજીના...

હાં રે વીરા તુરત મળે હરિધામ રે, જઈએ સ્વામીજીના...

 

દેશો દેશમાં વિચરીને, કરવું અલૌકિક કાજ,

સાચા સંતને સેવવા, મેલીને લોક લાજ,

હાં રે વીરા અવસર સારો આવીયો, જઈએ સ્વામીજીના...

કહે શંકર આવો જોગ મનમાં ભાવીયો, જઈએ સ્વામીજીના...

હાં રે વીરા અણમોલો અવસર જાય રે...

Hā re vīrā aṇamolo avasar jāy re

2-17026: Shankardas

Category: Shastriji Maharajna Pad

Hā re vīrā aṇamolo avasar jāya re,

 Jaīe Swāmījīnā sangmā,

 Re jaīe Guṇātīt mandire...

Hā re mārā haiyāmā harakh na māy re,

 Jaīe Swāmījīnā sangmā,

 Re jaīe Guṇātīt mandire...

 

Puṇya pūr āvī rahyā āpaṇā, rīzyā Shrī Bhagwant,

Pragaṭ dharma pravartāvavā, pragaṭyā ekāntik sant,

Hā re vīrā jaīe tevā guru pās re, jaīe Swāmījīnā...

Hā re shir sāṭe leshu Akṣhardhām re, jaīe Swāmījīnā...

Hā re shir sāṭe rākhī vishvās re, jaīe Swāmījīnā...

 

Anek janmanā puṇyathī, maḷyo manuṣhya avatār,

Sarve prakāre samajīne, karīe ūnḍo vichār,

Hā re have nā jovī koīnī vāṭ re, jaīe Swāmījīnā...

Hā re bhale āve jo vasamā ghāṭ re, jaīe Swāmījīnā..

 Ke hālo jaīe Swāmījīnā sangmā...

 

Ghaṇī upādhī sahan karī, bahu bahu veṭhyā dukh,

To paṇ mahobat rākhatā, kadī na āvyu sukh,

Ke hā re vīrā mūkone sarveno sāth re, jaīe Swāmījīnā...

Hā re vīrā shir sāṭe bhīḍo have bāth re, jaīe Swāmījīnā...

 

Gharmā ghūsī je rahe, nīkaḷe nahi je bahār,

Bhāg na le sāchā sangmā, te narne dhikkār,

Hā re vīrā shikhavā guṇātīt gnān re, jaīe Swāmījīnā...

Hā re vīrā rahīe sadā gulatān re, jaīe Swāmījīnā...

 

Swāmī-Shrījī akhanḍ rahe, antarmā karī vās,

Evā sāchā santno, rākhī pūraṇ vishvās,

Hā re vīrā karī lyone āpaṇu kām re, jaīe Swāmījīnā...

Hā re vīrā turat maḷe Haridhām re, jaīe Swāmījīnā...

 

Desho deshmā vicharīne, karavu alaukik kāj,

Sāchā santne sevavā, melīne lok lāj,

Hā re vīrā avasar sāro āvīyo, jaīe Swāmījīnā...

Kahe Shankar āvo jog manmā bhāvīyo, jaīe Swāmījīnā...

Hā re vīrā aṇamolo avasar jāy re...

loading