કીર્તન મુક્તાવલી

મારી યજ્ઞપુરુષ ફૂલવાડીમાં તમે વહેલા વહેલા આવજો

૨-૧૭૦૨૪: અજાણ્ય

Category: શાસ્ત્રીજી મહારાજનાં પદો

મારી યજ્ઞપુરુષ ફૂલવાડીમાં તમે વહેલા વહેલા આવજો...

 કર પીચકારી ધારી વાલમ, કેસરી રંગ ઉડાડજો... મારી

હેતના રંગો પુરીને મેં એક એક પાન સજાવ્યા છે,

વડલો પીપળો આંબો સેવા ભક્તિથી ઉગાડ્યા છે;

 ભક્તિ આ સ્વીકારો સ્વામી... (૨) રાજીપો વરસાવજો... મારી

ગાડે ગાડા રંગ ભર્યા રંગ કૂંડીમાં તૈયારજી,

આંબા તળે સજાવી હિંચકો જોઈ રહ્યા સૌ વાટજી;

 પ્રેમ હિંડોળે હિંચીને... (૨) અમ અંતરમાં બીરાજજો... મારી

સંતો ભક્તો ગુલાબ મોગરા પ્રમુખસ્વામી એના માળી,

અણીશુદ્ધ સાધુતાથી ઉર ધાર્યા જેણે વનમાળી;

 સાધુતાના રંગે રંગી... (૨) આતમ આ મહેકાવજો... મારી

તપ સેવા ને જ્ઞાન ભક્તિના ઘૂઘરા બાંધી નાચીશ હું,

પ્રગટ પ્રભુના રંગે રંગાઈ અખંડ કેફમાં રાચીશ હું;

 દાસ વિભીષણને હે સ્વામી... (૨) દાસનો દાસ બનાવજો... મારી

Mārī Yagnapuruṣh fūlvāḍīmā tame vahelā vahelā āvajo

2-17024: unknown

Category: Shastriji Maharajna Pad

Mārī Yagnapuruṣh fūlvāḍīmā tame vahelā vahelā āvajo...

 Kar pīchkārī dhārī vālam, kesarī ranga uḍāḍajo... mārī

Hetnā rango purīne me ek ek pān sajāvyā chhe,

Vaḍalo pīpaḷo āmbo sevā bhaktithī ugāḍyā chhe;

 Bhakti ā svīkāro Swāmī... (2) rājīpo varasāvajo... mārī

Gāḍe gāḍā rang bharyā rang kūnḍīmā taiyārjī,

Āmbā taḷe sajāvī hinchako joī rahyā sau vāṭjī;

 Prem hinḍoḷe hinchīne... (2) am antarmā bīrājajo... mārī

Santo bhakto gulāb mogrā Pramukh Swāmī enā māḷī,

Aṇīshuddha sādhutāthī ur dhāryā jeṇe vanmāḷī;

 Sādhutānā range rangī... (2) ātam ā mahekāvajo... mārī

Tap sevā ne gnān bhaktinā ghūgharā bāndhī nāchīsh hu,

Pragaṭ prabhunā range rangāī akhanḍ kefmā rāchīsh hu;

 Dās Vibhīṣhaṇne he Swāmī... (2) dāsno dās banāvajo... mārī

loading