કીર્તન મુક્તાવલી

હે શ્રી સહજાનંદ સ્વામી તમે અક્ષરધામના ધામી

૨-૧૭૦૨૨: સાધુ બ્રહ્મપ્રકાશદાસ

Category: શાસ્ત્રીજી મહારાજનાં પદો

(‘યજ્ઞપુરુષ સુખકારી’ નૃત્યનાટિકાનાં કીર્તનો)

હે શ્રી સહજાનંદ સ્વામી, તમે અક્ષરધામના ધામી,

વંદન હજો લાખો કોટિ, હે યજ્ઞપુરુષજી સ્વામી,

 ...હે શ્રી સહજાનંદ

તમે પ્રગટ થયા અવની પર, એકાંતિક ધર્મને ધારી,

અક્ષરપુરુષોત્તમ ઉપાસના, દિગંતમાં પ્રગટાવી,

શ્રીહરિ સહજાનંદ પરબ્રહ્મ, ગુણાતીતાનંદ અક્ષરબ્રહ્મ,

 ભજો નામ સહિત એ નામી... વંદન હજો ૧

તમે ગગનચુંબી મંદિર કર્યાં, કષ્ટો વેઠી અમ કાજે,

સંકલ્પ અધુરા હતા હરિના, એ પૂર્ણ કર્યા સૌ આજે,

ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ, સાધુતા એ જ આપની શક્તિ,

 અનંત ગુણોના છો ગામી... વંદન હજો ૨

તમે યોગી પ્રમુખની ભેટ ધરી, એ ઋણ ભુલશું ના કેમ કરી,

તવ ઉપકારો છે મેરુ સમ, એ કૃપા કરો હે ગુરુ હરિ,

શિષ્યો છિએ અમે તૃણ સમા, તવ તેજ ભરો અમ હૃદયમાં,

 અમ વિષય વાસના વામી... વંદન હજો ૩

તમે મળ્યા પ્રમુખસ્વામી રૂપે, અમ હૃદય સિંહાસન આવો રે,

હરિ વાસ અહોનિશ કરવાને, ચેતનમંદિર પ્રગટાવો રે,

તવ સ્વાગત ઉમંગથી કરીએ, સઘળું ન્યોછાવર કરીએ,

વંદન હજો વંદન હજો લાખો કોટિ,

આશિષ દ્યો આવી પધારી, આવોને મંગલકારી,

જય યજ્ઞપુરુષ સુખકારી, જય પ્રમુખસ્વામી સુખકારી,

સ્વાગતમ્, સ્વાગતમ્, સ્વાગતમ્, સ્વાગતમ્,

He Shrī Sahajānand Swāmī tame Akshardhāmanā Dhāmī

2-17022: Sadhu Brahmaprakashdas

Category: Shastriji Maharajna Pad

(‘Yagnapurush Sukhkari’ Nrutya Natika Kirtans)

He Shrī Sahajānand Swāmī, tame Akshardhāmanā Dhāmī,

Vandan hajo lākho koṭī, he Yagnapurushjī Swāmī,

  ... he Shrī Sahajānand

Tame pragaṭ thayā avni par, ekāntik dharmane dhārī,

Akshar Purushottam upāsanā, digantmā pragaṭāvī,

Shrī Hari Sahajānand Parabrahma, Guṇātītānand Aksharbrahma,

  Bhajo nām sahit e nāmī... Vandan hajo 1

Tame gaganchumbī mandir karyā, kashṭho veṭhī am kāje,

Sankalp adhurā hatā Harinā, e pūrṇa karyā sau āje,

Dharma gnān vairāgya ne bhakti, sādhutā ej āpnī shakti,

  Anant guṇonā chho gāmī... Vandan hajo 2

Tame Yogī Pramukhnī bheṭ dharī, e ruṇ bhulashu nā kem karī,

Tav upkāro chhe Meru sam, e krupā karo he guru Hari,

Shishyo chhīe ame truṇ samā, tav tej bharo am hradaymā,

  Am vishay vāsnā vāmī... Vandan hajo 3

Tame maḷyā Pramukh Swāmī rūpe, am hraday sinhāsan āvo re,

Hari vās ahonish karvāne, chetan-mandir pragaṭāvo re,

Tav swagat umangthī karīe, saghaḷu nyochhāvar karīe,

Vandan hajo vandan hajo lākho koṭi,

Āshish do āvī padhārī, āvone mangalkārī,

Jay Yagnapurush sukhkārī, jay Pramukh Swāmī sukhkārī

Swāgatam, swāgatam, swāgatam, swāgatam.

loading