કીર્તન મુક્તાવલી

મિલન થયું બે દિવ્ય તત્ત્વનું

૨-૧૭૦૨૧: સાધુ બ્રહ્મપ્રકાશદાસ

Category: શાસ્ત્રીજી મહારાજનાં પદો

(‘યજ્ઞપુરુષ સુખકારી’ નૃત્યનાટિકાનાં કીર્તનો)

મિલન થયું બે દિવ્ય તત્ત્વનું, અવની પર અચરજ એવું,

એક પ્રતાપી સૂર્ય સરીખું, બીજુ શીતળ ચંદ્ર સમું,

સુભગ મિલન એ કેવું, ગંગા ને સાગર જેવું,

  ...સુભગ મિલન

રાજકોટમાં વાંસળી વાગી, જૂનાગઢે રેલાયા સુર,

હરણું દોડી આવ્યું ત્યાંથી, હૈયે હેતનું આવ્યું પૂર,

  ....સુભગ મિલન

સપ્તર્શિનો એ સિતારો, પૂનમનો ચાંદો લાગે,

યોગીનું એ નામ ધરાવે, દોડ્યા એ સૌથી આગે,

  ....સુભગ મિલન

બાથમાં લઈને ભેટ્યા એને યજ્ઞપુરુષ બે હાથે,

આંખો આંખોમાં કહી દીધું સદા રહીશું સાથે,

શિષ્ય કહે હું આવ્યો આજે, તુજ ચરણોમાં રહેવા,

ગુરુ કહે હું આવ્યો આજે, મારું સઘળુ દેવા,

  ....સુભગ મિલન

Milan thayu be divya tattvanu

2-17021: Sadhu Brahmaprakashdas

Category: Shastriji Maharajna Pad

(‘Yagnapurush Sukhkari’ Nrutya Natika Kirtans)

Milan thayu be divya tattvanu, avni par achraj evu,

Ek pratāpī sūrya sarīkhu, bīju shītaḷ chandra samu,

Subhag milan e kevu, Gangā ne sāgar jevu.

  ... subhag milan

Rājkoṭmā vānsaḷī vāgī, Jūnāgadhe relāyā sūr,

Haraṇu doḍī āvyu tyāthī, haiye hetnu āvyu pūr.

  ... subhag milan 1

Saptarshino e sitāro, pūnamno chāndo lāge,

Yogīnu e nām dharāve, doḍyā e sauthī āge.

  ... subhag milan 2

Bāthmā laine bheṭyā ene Yagnapurush be hāthe,

Ānkho ānkhomā kahī dīdhu sadā rahīshu sāthe,

Shishya kahe hu āvyo āje, tuj charaṇomā rahevā,

Guru kahe hu āvyo āje, māru saghaḷu devā.

  ... subhag milan 3

loading