કીર્તન મુક્તાવલી

હૈયામાં આનંદ અતિ ઉભરાય ગુરુજીને નીરખી

૨-૧૭૦૧૯: સાધુ અક્ષરજીવનદાસ

Category: શાસ્ત્રીજી મહારાજનાં પદો

(‘યજ્ઞપુરુષ સુખકારી’ નૃત્યનાટિકાનાં કીર્તનો)

હૈયામાં આનંદ અતિ ઉભરાય ગુરુજીને નીરખી,

અંતરમાં ઉમંગ રે છલકાય, સ્વામીજીને નીરખી,

શાસ્ત્રીજી મહારાજના ભક્તો મહિમાવંત હો,

કીર્તનો રચી રચી રેલાવે, ડોલાવે ધીમંત હો,

બુલંદ અવાજથી ગાયે,

 શાસ્ત્રીજી મહારાજનો સંગ ભાઈ મને ભાગ્યે મળ્યો છે,

 ભગ્યે મળ્યો છે, મારા કર્મે જડ્યો છે.

ઝાંઝ ને પખાજ, ઢોલનગારાં વાગે છે જોરમાં,

નાચે ને કૂદે છે સૌ ભક્તિ વિભોરમાં,

ગાતા ને ઝીલાવતા જાય,

 ભક્તિ તણાં જ્યાં પૂર ઉમટ્યા, કોઈની પરવા નથી,

 મહા સમર્થ જ્યાં ગુરુજી મળ્યા, કોઈની પરવા નથી.

દુનિયાનું ભાન અહીં સઘળું ભુલાય છે,

શ્રીજી અને સ્વામીમય, સહેજે થવાય છે,

ત્રીજો વળી ઉંચેથી ગાય,

 સારંગપુરમાં વ્હાલો પ્રગટ બિરાજે,

 મેં તો દીઠા છે નયણે નિહાળી, પ્રગટ પ્રભુજી.

શાસ્ત્રીજી મહારાજ હે શાસ્ત્રીજી મહારાજ,

શાસ્ત્રીજી મહારાજ, બેઠા હાથી અંબાડીએ,

ભક્તોની મંડળી, ગુલતાન બની તાળીએ,

રસિકનો કંઠ પડઘાય,

 નમન કરું શિરનામી, જય જય યજ્ઞપુરુષ સુખકારી,

 જીવન-દોરી અમારી, જય જય યજ્ઞપુરુષ સુખકારી,

 અંત સમયના બેલી, જય જય યજ્ઞપુરુષ સુખકારી.

Haiyāmā ānand ati ubhrāy gurujīne nīrkhī

2-17019: Sadhu Aksharjivandas

Category: Shastriji Maharajna Pad

(‘Yagnapurush Sukhkari’ Nrutya Natika Kirtans)

Haiyāmā ānand ati ubhrāy, gurujīne nīrkhī,

Antarmā umang re chhalakāy, Swāmījīne nīrkhī.

Shāstrījī Mahārājnā bhakto mahimāvant ho,

Kīrtano rachī rachī relāve, ḍolāve dhīmant ho,

Buland avājthī gāye,

 Shāstrījī Mahārājno sang bhāī mune bhāgye maḷyo chhe,

 Bhāgye maḷyo chhe, mārā karme jaḍyo chhe.

Jhānjh ne pakhāj, dholnagārā vāge chhe jormā,

Nāche ne kūde chhe sau bhakti vibhormā,

Gātā ne jhilāvtā jāy,

 Bhakti taṇā jyā pūr umaṭyā, koīnī parvā nathī,

 Mahā samarth jyā gurujī maḷyā, koīnī parvā nathī.

Duniyānu bhān ahī saghaḷu bhulāy chhe,

Shrījī ane Swāmīmay, saheje thavāy chhe,

Trījo vaḷī ūnchethī gāy,

 Sārangpurmā vhālo pragaṭ birāje

 Me to dīṭhā chhe nayaṇe nihāḷo, pragaṭ Prabhujī

Shāstrījī Mahārāj he Shāstrījī Mahārāj,

Shāstrījī Mahārāj, beṭhā hāthī ambāḍīe,

Bhaktonī manḍaḷī, gultān banī tāḷīe,

Rasikno kanṭh paḍghāy,

 Naman karu shirnāmī, jay jay Yagnapurush sukhkārī

 Jīvan-dorī amārī, jay jay Yagnapurush sukhkārī

 Ant samaynā belī, jay jay Yagnapurush sukhkārī.

loading