કીર્તન મુક્તાવલી

કથા કહું એક સંતની એ છે તાપ ત્રિવિધ હરનારી

૨-૧૭૦૧૪: સાધુ બ્રહ્મપ્રકાશદાસ

Category: શાસ્ત્રીજી મહારાજનાં પદો

(‘યજ્ઞપુરુષ સુખકારી’ નૃત્યનાટિકાનાં કીર્તનો)

કથા કહું એક સંતની, એ છે તાપ ત્રિવિધ હરનારી,

પાપવિમોચનકારી, એ છે પુણ્ય ઉદય કરનારી,

ગાથા મહાપુરુષની, આ છે કથા પરમ સુખકારી,

  ...ગાથા મહાપુરુષની ૧

ગુર્જર દેશે મહેળાવ ગામે, પ્રગટ્યા પૂરણ ભાવ ધરી,

સંવત ઓગણીસસો એકવીસની વંસત પંચમી ધન્ય ઠરી,

બાળપણાની વાત કહું છું, રાખો ચિત્તમાં ધારી,

  ...ગાથા મહાપુરુષની ૨

ગુરુ વિજ્ઞાનાનંદ મળતા, માતા-પિતાનો ત્યાગ કરી,

સુરત જઈને સેવા કીધી, સાધુ થવાની આષ ધરી,

પણ પિતાજી પાછા લાવ્યા, નાનો બાળ વિચારી,

  ...ગાથા મહાપુરુષની ૩

બાળ હતો નાનો પણ મોટો, જ્ઞાનની રૂડી વાત કીધી,

નેણે આંસુ રેલાયા પણ, મુખથી તાતે રજા દીધી,

વડતાલમાં સેવા કરી સૌને, રાજી કરીયા ભારી,

  ...ગાથા મહાપુરુષની ૪

વિહારીલાલજી અને કોઠારી ગોરધનભાઈમાં વાત થઈ,

ડુંગરને દીક્ષા દેવાનો, ઉત્સવ થાયે દિવ્ય કંઈ,

નક્કી કીધું દીક્ષા દેવી, યજ્ઞ કરીને ભારી,

  ...ગાથા મહાપુરુષની ૫

ડુંગર ભક્તે દીક્ષા લીધી, યજ્ઞપુરુષજી નામ ધર્યું,

ગુરુ સંગાથે સુરત મંદિરે, સેવા કથામાં મન જોડ્યું,

સૌને અતિશય રાજી કીધા, તપ ને ત્યાગ ખુમારી,

  ...ગાથા મહાપુરુષની ૬

આવ્યા એક પુરુષ પ્રાગજી મૂર્તિ મનમાં ભાવી ગઈ,

કથા કરે ને કપડું સીવે, હસે નયનથી હરે અમી,

અનેક ક્રિયાઓ એક જ કાળે, કરે શી અચરજકારી,

  ...ગાથા મહાપુરુષની ૭

કહે ભગતજી સાધુરામ શું વિસ્મય મનમાં ધારી રહ્યા,

લોચન સૌને બે જ હોય છે ધૈર્યવાનને સાત કહ્યા,

જ્ઞાનીને તો અનંત હોય છે દેખું સૃષ્ટિ સારી,

  ...ગાથા મહાપુરુષની ૮

ભગતજી એ લોયા બારમું સમજાવ્યું ખુબ ખાંત કરી,

અક્ષરરુપ થઈ પુરુષોત્તમની ભક્તિ પ્રબોધી ભાવભરી,

યજ્ઞપુરુષે ગુરુને પૂછી વાત હૃદયમાં ધારી,

  ...ગાથા મહાપુરુષની ૯

પ્રગટપણાની ચિનગારીથી મહિમા અગ્નિ પ્રગટી ગયો,

યજ્ઞપુરુષનું ખમીર ઝળખ્યું સિદ્ધાંત અંતર લાગી ગયો,

સત્ય વાતનો પ્રચાર કરવા કમર કસી ભયહારી,

  ...ગાથા મહાપુરુષની ૧૦

વિજ્ઞાન સ્વામી ધામ સિધાવ્યા, યજ્ઞપુરુષ રાજકોટ રહ્યા,

ભગતજીની આજ્ઞા પાળી સંસ્કૃતમાં વિદ્વાન થયા,

જૂનાગઢે જઈ જાગા સ્વામીને સેવ્યા હરખ વધારી,

  ...ગાથા મહાપુરુષની ૧૧

જગજાહેર થયું યજ્ઞપુરુષ આ જાગા પ્રાગાનો શિષ્ય ઠર્યો,

ભગતજી તો હેતે કહેતા ‘મારો કોડીલો લાલ ખરો’,

દ્વેષી જનના અંતર બળતા શરું કરાવી ઉપાધી,

  ...ગાથા મહાપુરુષની ૧૨

સંત-ભક્તનું મંડળ ફરતું માન-અપમાનો સહન કર્યાં,

ભગતજી પણ ધામ સિધાવ્યા યજ્ઞપુરુષમાં તેજ ધર્યા,

ભક્તો અડીખમ તૈયાર કરિયા અડગ નિષ્ઠાને ધારી,

  ...ગાથા મહાપુરુષની ૧૩

યજ્ઞપુરુષે હવે તો જાણે શક્તિના એંધાણ આપ્યા,

વડતાલ રહીને વઢવાન ગામે અક્ષરપુરુષોત્તમ સ્થાપ્યા,

વાત હતી જે રગરગમાં તે કીધી ડંકો મારી,

  ...ગાથા મહાપુરુષની ૧૪

વાત હવે તો વણસી ગઈને અસુર ઘણા કહેવા લાગ્યા,

શું કરશે એ આગળ જાતા, કાઢો હવે તો કાસળ આ,

ઉત્સવ આવ્યો કાર્તિક પૂનમનો ખેલ ખેલાયા ભારી,

  ...ગાથા મહાપુરુષની ૧૫

અદા કૃષ્ણજી બોલ્યા ત્યારે, વડતાલથી નીકળ્યા સ્વામી,

હરિકૃષ્ણ મહારાજ સમીપે, ગદ્ ગદ્ કંઠે પ્રાર્થના કરી,

સાથે રહેજો મહારાજ સ્વામી, કરવા કામ છે ભારી,

  ...ગાથા મહાપુરુષની ૧૬

Kathā kahu ek santnī e chhe tāp trividh harnārī

2-17014: Sadhu Brahmaprakashdas

Category: Shastriji Maharajna Pad

(‘Yagnapurush Sukhkari’ Nrutya Natika Kirtans)

Kathā kahu ek santnī, e chhe tāp trividh harnārī,

Pāpvimochankārī, e chhe puṇya uday karnārī,

Gāthā mahāpurushnī, ā chhe kathā param sukhkārī.

  ... gāthā mahāpurushnī 1

Gurjar deshe Maheḷāv gāme, pragaṭyā pūraṇ bhāv dharī,

Samvat ogaṇīsso ekvīsnī Vasant Panchamī dhanya ṭharī,

Bāḷpaṇānī vāt kahu chhu, rākho chittmā dhārī.

  ... gāthā mahāpurushnī 2

Guru Vignānānand maḷtā, mātā-pitāno tyāg karī,

Surat jaīne sevā kīdhī, sādhu thavānī āsh dharī,

Paṇ pitājī pāchhā lāvyā, nāno bāḷ vichārī.

  ... gāthā mahāpurushnī 3

Bāḷ hato nāno paṇ moṭo, gnānnī rūḍī vāt kīdhī,

Neṇe ānsū relāyā paṇ, mukhthī tāte rajā dīdhī,

Vaḍtālmā sevā karī saune, rājī kariyā bhārī.

  ... gāthā mahāpurushnī 4

Vihārīlāljī ane Koṭhārī Gordhanbhāīmā vāt thaī,

Ḍungarne dīkshā devāno, utsav thāye divya kaī,

Nakkī kīdhu dīkshā devī, yagna karīne bhārī.

  ... gāthā mahāpurushnī 5

Ḍungar bhakte dīkshā līdhī, Yagnapurushjī nām dhāryu,

Guru sangāthe Surat mandire, sevā kathāmā man joḍyu,

Saune atishay rājī kīdhā, tap ne tyāg khumārī.

  ... gāthā mahāpurushnī 6

Āvyā ek purush Prāgjī mūrti manmā bhāvī gaī,

Kathā kare ne kapḍu sīve hase nayanthī hare amī,

Anek kriyāo ek ja kāḷe kare shī achrajkārī.

  ... gāthā mahāpurushnī 7

Kahe Bhagatjī sādhurām shu vismay manmā dhārī rahyā,

Lochan saune be ja hoy chhe dhairyavānne sāt kahyā,

Gnānīne to anant hoy chhe dekhu srushṭi sārī.

  ... gāthā mahāpurushnī 8

Bhagatjī e Loyā bārmu samjāvyu khub khānt karī,

Aksharrūp thaī Purushottamnī bhakti prabodhī bhāvbharī,

Yagnapurushe gurune pūchhī vāt hradaymā dhārī.

  ... gāthā mahāpurushnī 9

Pragaṭpaṇānī chingārīthī mahimā agni pragaṭī gayo,

Yagnapurushnu khamīr jhaḷkyu siddhānt antar lāgī gayo,

Satya vātno prachār karvā kamar kasī bhayhārī.

  ... gāthā mahāpurushnī 10

Vignān Swāmī dhām sidhāvyā, Yagnapurush Rājkoṭ rahyā,

Bhagatjīnī āgnā pāḷī Sanskrutmā vidvān thayā,

Jūnāgaḍhe jaī Jāgā Swāmīne sevyā harakh vadhārī.

  ... gāthā mahāpurushnī 11

Jagjāher thayu Yagnapurush ā Jāgā Prāgāno shishya ṭharyo,

Bhagatjī to hete kahetā ‘māro koḍīlo lāl kharo’,

Dveshī jannā antar baḷtā sharu karāvī upādhi.

  ... gāthā mahāpurushnī 12

Sant-bhaktanu manḍaḷ fartu mān-apmāno sahan karyā,

Bhagatjī paṇ dhām sidhāvyā Yagnapurushmā tej dharyā,

Bhakto aḍīkham taiyār kariyā aḍag nishṭhāne dhārī.

  ... gāthā mahāpurushnī 13

Yagnapurushe have to jāṇe shaktinā endhāṇ āpyā,

Vaḍtāl rahīne Vaḍhvāṇ gāme Akshar Purushottam sthāpyā,

Vāt hatī je ragragmā te kīdhī ḍanko mārī.

  ... gāthā mahāpurushnī 14

Vāt have to vaṇsī gaīne asur ghaṇā kahevā lāgyā,

Shu karshe e āgaḷ jātā, kāḍho have to kāsaḷ ā,

Utsav āvyo Kārtik pūnamno khel khelāyā bhārī.

  ... gāthā mahāpurushnī 15

Adā Krishṇajī bolyā tyāre, Vaḍtālthī nīkaḷyā Swāmī,

Harikrishṇa Mahārāj samīpe, gad gad kanṭhe prārthanā karī,

Sāthe rahejo Mahārāj Swāmī, karvā kām chhe bhārī.

  ... gāthā mahāpurushnī 16

loading