કીર્તન મુક્તાવલી

જોને સખી પેલા ઘેલા તટ પર મંદિર બાંધે સ્વામી રે

૨-૧૭૦૦૯: સાધુ અક્ષરજીવનદાસ

Category: શાસ્ત્રીજી મહારાજનાં પદો

જોને સખી પેલા ઘેલા તટ પર, મંદિર બાંધે સ્વામી રે,

અક્ષરપુરુષોત્તમને કાજે, પ્રગટ્યા એ બહુનામી રે...

હરિવર ગઢડે આજ (ટેકરે) રે, મંદિર કરવા ધાર્યું’તું,

દોરી હાથ ગ્રહીને પોતે, અદ્‍ભુત માપ વિચાર્યું’તું,

પણ સંજોગે સાથ ન દીધો, દુઃખિયા અંતરજામી રે,

 ...જોને સખી. ૧

નિજ ઇચ્છાથી ધારણ કીધું, સંત સ્વરૂપ બડભાગી,

શાસ્ત્રીજી મહારાજ સ્વરૂપે, ભવની ભાવટ ભાંગી,

રજવાડાઓ વિલીન કરીને, કાજ કર્યું ગજગામી રે,

 ...જોને સખી. ૨

ગુણાતીતાનંદ મૂળ અક્ષર, સહજાનંદ એક પરમેશ્વર,

આત્યંતિક મુક્તિને કાજે, પ્રગટ બિરાજે અવની પર,

સંગે મરમર શિખર ઉપર, ધરા ફરકતી આજે રે,

આ ઉપાસના દિગદિગંતે, સાતે સમંદર ગાજે રે,

ઉન્મત્તગંગા ગાથા ગાતી, પ્રગટ હરિને પામી રે,

 ....જોને સખી. ૩

Jone sakhī pelā Ghelā taṭ par mandir bāndhe Swāmī re

2-17009: Sadhu Aksharjivandas

Category: Shastriji Maharajna Pad

Jone sakhī pelā Ghelā taṭ par, mandir bāndhe Swāmī re,

Akshar Purushottamne kāje, pragaṭyā e bahunāmī re...

Harivar Gaḍhaḍe āj (ṭekare) re, mandir karvā dhāryu’tu,

Dorī hāth grahīne pote, adbhut māp vichāryu’tu,

Paṇ sanjoge sāth na dīdho, dukhīyā antarjāmī re.

  ... jone sakhī. 1

Nij īchchhāthī dhāraṇ kīdhu, sant swarūp baḍbhāgī,

Shāstrījī Mahārāj swarūpe, bhavnī bhāvaṭ bhāngī,

Rajvāḍāo vilīn karīne, kāj karyu gajgāmī re.

  ... jone sakhī. 2

Guṇātītānand Mūḷ Akshar, Sahajānand ek Parameshvar,

Ātyantik muktine kāje, pragaṭ birāje avni par,

Sangemarmar shikhar upar, dharā faraktī āje re;

Ā upāsanā digdigante, sāte samandar gāje re,

Unmatgangā gāthā gātī, pragaṭ Harine pāmī re.

  ... jone sakhī. 3

loading