કીર્તન મુક્તાવલી

નેણમાં સમાય નહિ વેણલામાં માય નહિ

૨-૧૬૩: સાધુ પ્રિયદર્શનદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

નેણમાં સમાય નહિ વેણલામાં માય નહિ

 એવો તારો સ્નેહ છે અમિત

પ્રમુખસ્વામી, એવો તારો સ્નેહ છે અમિત... ꠶ટેક

ખોબલે ને ખોબલે દેવું ન લેવું કાંઈ

 એવી તારી પ્રીત તણી રીત

અંતર ઉલ્લાસના ગરવા ગુલાલને

 લૂંટવી રહ્યો તું નિત નિત... ૧

પળે પળે પમરંતા જીવનની વેણુમાં

 રેલે તવ આતમ સંગીત

જનમો જનમની સૂકી આ ધરતી પર

 વેરાયે હરિયાળું સ્મિત... ૨

Neṇmā samāy nahi veṇlāmā māy nahi

2-163: Sadhu Priyadarshandas

Category: Pramukh Swami Maharajna Pad

Neṇmā samāy nahi veṇlāmā māy nahi

 Evo tāro sneh chhe amit

Pramukh Swāmī, evo tāro sneh chhe amit... °ṭek

Khoble ne khoble devu na levu kāī

 Evī tārī prīt taṇī rīt

Antar ullāsnā garvā gulālne

 Lūṭavī rahyo tu nit nit... 1

Paḷe paḷe pamrantā jīvannī veṇumā

 Rele tav ātam sangīt

Janmo janamnī sūkī ā dhartī par

 Verāye hariyāḷu smit... 2

loading