કીર્તન મુક્તાવલી

તું દિન કહે તો દિન અને તું રાત કહે તો રાત

૨-૧૫૭: સાધુ જ્ઞાનેશ્વરદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

તું દિન કહે તો દિન અને, તું રાત કહે તો રાત;

મનની ગાંઠો મેલી હવે બસ, તારા ચાંદે ચાંદ... ꠶ટેક

રચ્યા હતા મેં વિધવિધ મારી આશાના મિનારા,

કોડ હતા નિત નીરખવાને નવા ગગન કિનારા;

તુજ ઇચ્છાએ જીવન અમારું, તારા તાલે તાલ... ૧

અણઘડ જીવન સોંપ્યું તુજને તારા એક જ વિશ્વાસે,

ક્યારે ઘડશે કેવું ઘડશે? ઘડશે કે ના ઘડશે?

ફિકર નથી મારે હવે બસ, તારા ઘાટે ઘાટ... ૨

Tu din kahe to din ane tu rāt kahe to rāt

2-157: Sadhu Gnaneshwardas

Category: Pramukh Swami Maharajna Pad

Tu din kahe to din ane, tu rāt kahe to rāt;

 Mannī gānṭho melī have bas, tārā chānde chānd...

Rachyā hatā me vidhvidh mārī āshānā minārā,

Koḍ hatā nit nīrakhvāne navā gagan kinārā;

 Tuj īchchhāe jīvan mārū, tārā tāle tāl... 1

Aṇghaḍ jīvan sopyu tujne tārā ek ja vishvāse,

Kyāre ghaḍshe kevu ghaḍshe? Ghaḍshe ke nā ghaḍshe?

 Fikar nathī māre have bas, tārā ghāṭe ghāṭ... 2

loading