કીર્તન મુક્તાવલી
જીવન જ્યોત જગાવે મન ભાવે
જીવન જ્યોત જગાવે, મન ભાવે,
મન ભાવે સ્વામી સુખધામ;
પ્રમુખસ્વામી તુજ ચરણ કમળમાં,
કોટિ કરું પ્રણામ... જીવન꠶ ટેક
પરમ હિતકારી† છો ભવ ભયહારી,
દીન દુઃખિયાના છો દુઃખહારી,
કીધાં અનંતનાં કામ... જીવન꠶ ૧
સમરથ સ્વામી છો અંતરયામી,
અખિલ બ્રહ્માંડના આપ છો સ્વામી,
અક્ષર સુખનું ઠામ... જીવન꠶ ૨
તારી દયાથી તુજને જાણું,
પ્રમુખસ્વામી તને સર્વસ્વ જાણું,
રટણ કરું તુજ નામ... જીવન꠶ ૩
†પરહિતકારી
Jīvan jyot jagāve man bhāve
Jīvan jyot jagāve, man bhāve,
Man bhāve Swāmī sukhdhām;
Pramukh Swāmī tuj charaṇ kamaḷmā,
Koṭī karu praṇām...
Param hitkārī† chho bhav bhayhārī,
Dīn dukhiyānā chho dukh hārī,
Kīdhā anantnā kām... jīvan 1
Samrath Swāmī chho antaryāmī,
Akhil brahmānḍnā āp chho Swāmī,
Akshar sukhnu ṭhām... jīvan 2
Tārī dayāthī tujne jāṇu,
Pramukh Swāmī tane sarvasva jāṇu,
Raṭaṇ karu tuj nām... jīvan 3
†Par-hitkārī