કીર્તન મુક્તાવલી

એક જ આશા છે આ જીવતરની

૨-૧૪૪: સાધુ અક્ષરવત્સલદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

 એક જ આશા છે આ જીવતરની,

પ્રમુખસ્વામીમાં ખોવાવું કે મારે બ્રહ્મઅગ્નિમાં હોમાવું... ꠶ટેક

સ્મરણ સ્વામીજીનું સ્વર્ગથી પ્યારું, દર્શન દેવોથી ન્યારું,

છોને ભૂસાતી આ લોકની સ્મૃતિઓ, સ્વામીના સપને હું રાચું... ૧

વચન સ્વામીજીનું શિરસે હું ધારું, પાંચમો વેદ પ્રમાણું,

છોને ભૂલાતી આ દેહની સૂધ-બૂધ, સ્વામીના વેણે હું નાચું... ૨

સ્નેહ સ્વામીજીનો સૌથી છે સારો, ભવસાગરનો કિનારો,

છોને લેવાતી કપરી કસોટીઓ, સ્વામીનું સગપણ સાચું... ૩

Ek ja āshā chhe ā jīvatarni

2-144: Sadhu Aksharvatsaldas

Category: Pramukh Swami Maharajna Pad

Ek ja āshā chhe ā jīvatarni,

 Pramukh Swāmīmā khovāvu ke māre

  Brahma-agnimā homāvu...

Smaraṇ Swāmījinu svargthī pyārū, darshan devothī nyāru

 Chhone bhusātī ā loknī smrūtio, Swāmīnā sapne hu rāchu. 1

Vachan Swāmījinu shirse hu dhāru, pānchmo Veda pramāṇu;

 Chhone bhulātī ā dehnī sūdh-būdh, Swāmīnā veṇe hu nāchu. 2

Sneh Swāmījino saūthī chhe sāro, bhavsāgarno kināro;

 Chhone levātī kaprī kasoṭīo, Swāmīnu sagpaṇ sāchu. 3

loading