કીર્તન મુક્તાવલી

સૌનું કલ્યાણ હોયે માયાથી પાર થાયે

૨-૧૪૦૦૫: સાધુ ભક્તિપ્રિયદાસ

Category: પ્રકીર્ણ પદો

સૌનું કલ્યાણ હોયે, માયાથી પાર થાયે,

બ્રહ્મરૂપ થવાય છે, ભજતાં શ્રી સ્વામિનારાયણ...

વિષયે ન પ્રીતિ રહે, વ્યસને ના રાગ જાગે,

વહેમે ના લેવાય છે, ભજતાં શ્રી સ્વામિનારાયણ,

નિયમમાં દૃઢ વરતે, નિશ્ચય અટલ રહે,

પક્ષે હોમાય છે, ભજતાં શ્રી સ્વામિનારાયણ. ૧

શ્રદ્ધાનું પુર વહે, તપનો અનલ ઝરે,

સંગે શુદ્ધ થાય છે, ભજતાં શ્રી સ્વામિનારાયણ.

કાળ ન મારી શકે, કર્મ ન બંધન કરે,

નિરંજન રહેવાય છે, ભજતાં શ્રી સ્વામિનારાયણ. ૨

ધામમાં વાસ થાયે, ધામીમાં લીન રહે,

મુક્ત તો બનાય છે, ભજતાં શ્રી સ્વામિનારાયણ,

જ્ઞાનનો પ્રકાશ લાધે, વૈરાગ્યનો નિધિ પામે,

‘ભક્તિ’ ઉભરાય છે, ભજતાં શ્રી સ્વામિનારાયણ. ૩

Saunu kalyāṇ hoye māyāthī pār thāye

2-14005: Sadhu Bhaktipriyadas

Category: Prakirna Pad

Saunu kalyāṇ hoye, māyāthī pār thāye,

Brahmarup thavāy chhe, bhajtā Shrī Swāminārāyaṇ...

Vishaye na prīti rahe, vyasane nā rāg jāge,

Vaheme nā levāy chhe, bhajtā Shrī Swāminārāyaṇ,

Niyammā draḍh varte, nischay aṭal rahe,

Pakshe homāy chhe, bhajtā Shrī Swāminārāyaṇ. 1

Shraddhānu pūr vahe, tapno anal jhare,

Sange shuddh thāy chhe, bhajtā Shrī Swāminārāyaṇ,

Kāḷ na mārī shake, karma na bandhan kare,

Niranjan rahevāy chhe, bhajtā Shrī Swāminārāyaṇ. 2

Dhāmmā vās thāye, dhāmīmā līn rahe,

Mukta to banāy chhe, bhajtā Shrī Swāminārāyaṇ,

Gnānno prakāsh lādhe, vairāgyano nidhi pāme,

‘Bhakti’ ubhrāy chhe, bhajtā Shrī Swāminārāyaṇ. 3

loading