કીર્તન મુક્તાવલી

જોગી તારા નામનો પ્રતાપ

૨-૧૧૯: કાગ બાપુ

Category: યોગીજી મહારાજનાં પદો

જોગી તારા નામનો પ્રતાપ, મટિયા ત્રિવિધિના તાપ... ꠶ટેક

સમરણ, દર્શન, સ્પર્શ, ચિંતન, એનાં મૂલ અમાપજી,

તારી કૃપાનું મૂલ કેટલું, માપી શકાય ના માપ... જોગી꠶ ૧

દેહ જીરણ ખોખા જેવો, તારાં આતમ જોર અમાપજી,

શબદ તારા વ્રેમંડ વીંધે, સમાવે સંતાપ... જોગી꠶ ૨

તારી દયાના મેઘ મંડાણા, વાદળ વરસે આપજી,

કાયર છતરી ઉઘાડી બેઠા, એના ઓલાયા નહિ તાપ... જોગી꠶ ૩

‘કાગ’ જીવડે વાળ્યો કછોટો, સમાવવા સંતાપજી,

સારંગપુરમાં મળિયો સાધુ, ભવોભવનો બાપ... જોગી꠶ ૪

Jogī tārā nāmno pratāp

2-119: Kaag Bapu

Category: Yogiji Maharajna Pad

Jogī tārā nāmno pratāp, maṭiyā trividhinā tāp... °ṭek

Samaraṇ, darshan, sparsha, chintan, enā mūl amāpjī,

 Tārī kṛupānu mūl keṭalu, māpī shakāy nā māp... Jogī° 1

Deh jīraṇ khokhā jevo, tārā ātam jor amāpjī,

 Shabad tārā vremanḍ vīndhe, samāve santāp... Jogī° 2

Tārī dayānā megh manḍāṇā, vādaḷ varse āpjī,

 Kāyar chhatrī ughāḍī beṭhā, enā olāyā nahi tāp... Jogī° 3

‘Kāg’ jīvḍe vāḷyo kachhoṭo, samāvvā santāpjī,

 Sārangpurmā maḷiyo sādhu, bhavo-bhavno bāp... Jogī° 4

loading