કીર્તન મુક્તાવલી

હૈડાનો હાર હરિ મારે રંગભીનો

૨-૧૧૦૧૫: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

રાગ: કાફી

હૈડાનો હાર હરિ, મારે રંગભીનો, હૈડાનો હાર હરિ,

મંદિરોમાં પધરાવી મહારાજને, ભેટું હું અંક ભરી. મારે. ૧

જગના જીવનને હું નહીં દઉં જાવા, રાખીશ જતન કરી. મારે. ૨

રસિક નવલ વર રાજેશ્વરને, નીરખીને નયણે ઠરી. મારે. ૩

બ્રહ્માનંદના નાથને સજની, મન કર્મ વચને વરી. મારે. ૪

Haiḍāno Hār Hari Māre Rangbhīno

2-11015: Sadguru Brahmanand Swami

Category: Murtina Pad

Raag(s): Kãfi

Haiḍāno hār Hari, māre rang-bhīno, haiḍāno hār Hari,

Mandiromā padharāvī Mahārājne, bheṭu hu ank bharī. māre. 1

Jagnā jīvanne hu nahī dau jāvā, rākhīsh jatan karī. māre. 2

Rasik naval var rājeshvarne, nīrakhīne nayaṇe ṭharī. māre. 3

Brahmānandnā Nāthne sajanī, man karma vachane varī. māre. 4

loading