કીર્તન મુક્તાવલી

કરતા નૌતમ ખ્યાલ હરિવર ભક્તતણા પ્રતિપાલ

૨-૧૧૦૧૦: સદ્‍ગુરુ કૃષ્ણાનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

રાગ: દરબારી કાનડા

કરતા નૌતમ ખ્યાલ, હરિવર ભક્તતણા પ્રતિપાલ,

ભક્તતણા પ્રતિપાલ, અંગે ધરિયાં અંબર લાલ... હરિ.

છટા મુગટ સમ છોગું છાજે, લાલ પાઘનો તાલ,

લલિત કલંગી લળકે ઝળકે, લટકે તોરા લાલ... હરિ.

જોઈને ખંજન પંકજ લાજે, ચંચળ લોચન લાલ,

કાજુ તિલ ત્રાજુ અતિ રાજે, સુંદર જમણે ગાલ... હરિ.

ચાલે ચાલ લટકતી ચાખડી, ચટકતી પે’રી લાલ,

ચાલ જોઈને લાજ્યા મનમાં, કુંજર રાજમરાલ... હરિ.

કરવરમાં લઈને ફેરવે છે, છડી અનુપમ લાલ,

કૃષ્ણાનંદ કહે ઉર પર રાજે, મોતીડાની માલ... હરિ.

Karatā Nautam Khyāla Harivar Bhaktataṇā Pratipāl

2-11010: Sadguru Krushnanand Swami

Category: Murtina Pad

Raag(s): Darbãri Kãnadã

Karatā nautam khyāl, Harivar bhaktataṇā pratipāl,

Bhaktataṇā pratipāl, ange dhariyā ambar lāl... Hari.

Chhaṭā mugaṭ sam chhogu chhāje, lāl pāghano tāl,

Lalit kalangī laḷake zaḷake, laṭake torā lāl... Hari.

Joīne khanjan pankaj lāje, chanchaḷ lochan lāl,

Kāju til trāju ati rāje, sundar jamaṇe gāl... Hari.

Chāle chāl laṭakatī chākhaḍī, chaṭakatī pe’rī lāl,

Chāl joīne lājyā manmā, kunjar rāj-marāl... Hari.

Karvarmā laīne ferave chhe, chhaḍī anupam lāl,

Kṛuṣhṇānand kahe ur par rāje, motīḍānī māl... Hari.

loading